તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:બૂથ દીઠ 300થી વધુ મતદારો એકઠા ન થાય તેવી વ્યવસ્થા સાથે સાયણ સુગરને ચૂંટણી માટે મંજૂરી

ઓલપાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગળનો કાર્યક્રમ નક્કી કરવા આજે બોર્ડની મિટિંગ યોજાશે

દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલોની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થતા સરકારની ગાઈડ લાઈન મુજબ ચૂંટણી કરવાની બાબતે કલેકટર દ્વારા મંજૂરી આપતા મહત્તમ સુગર મંડળીઓમાં ચૂંટણી યોજાઈ જયારે એક માત્ર સાયણ સુગરની ચૂંટણી બાકી હોવાથી મતદારોમાં ઉત્સુકતા સાથે આતુરતા વધતા અંતે સાયણ સુગરની ચૂંટણી કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી ચૂંટણીનો કાર્યક્રમ નક્કી કરવા આજે આ બોર્ડની મિટિંગ મળશે.

દક્ષિણ ગુજરાતની સહકારી ધોરણે કાર્યરત સુગર મંડળીઓની સાથે સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી ની વ્યવસ્થાપક સમિતિની મુદત ગત તારીખ 14-07-2020ના રોજ પૂર્ણ થતા વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી કરવાની જરૂરી હોય ત્યારે રાજ્ય સરકાર અને હાઇકોર્ટની સુચના મુજબ મંડળીએ ચૂંટણી કરવા માટે સુરત કલેકટર પાસે મંજૂરી લેવાની થતી હોય. ત્યારે સાયણ સુગર દ્વારા સરકારની કોરોના લક્ષી ગાઈડલાઈન સાથે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સચિવાલય તરફના જાહેરનામાં મુજબ વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી માટે મંજૂરી માંગતા અન્ય સુગર ની સરખામણીમાં સાયણ સુગરને ચૂંટણી કરવાની મંજૂરી ન મળતા ઉત્પાદક ખેડૂત સભાસદ મતદારોની આતુરતા વધી હતી. મતદાન મથક દીઠ 300 થી વધુ મતદારો ન રહે તેવું આયોજન કરી સાયણ સુગરને ચૂંટણી કરવા માટે આખરે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે હવે ચૂંટણી ના કાર્યક્રમ બાબતે 8 ડિસેમ્બરે બોર્ડ મીટીંગ બોલાવી આગળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો