તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:તું કરીયાવર ઓછું લાવી છે કહીને વહુ પાસે નાણા માંગતા સાસરિયા

ઓલપાડ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મંદરોઇની યુવતીની જીણોદના સાસરિયા સામે ફરિયાદ

ઓલપાડ તાલુકાનામંદરોઈ ગામની યુવતી પાસે દહેજ માગી ત્રાસ આપતા જીણોદના સાસરિયા સામે ફરિયાદ નોંધાવાઇ છે.ઓલપાડ તાલુકાના મંદરોઈ ગામના પારસી ફળીયામાં રહેતી ભૂમિકા રામજી પટેલ (21)ના 16/2/2020ના રોજ જીણોદ ગામ સરપંચ ફળીયામાં રહેતા વિશાલ હિતેન્દ્રભાઈ પટેલ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ એકાદ મહિનો ભૂમિકા સાથે સારો વ્યવહાર કર્યા બાદ પતિ વિશાલ અને સાસુ રેખાબેન ઘરની નાની નાની બાબતોમાં ભૂમિકા સાથે ઝઘડો કરતા હતા. પતિ પણ ભૂમિકા સાથે બોલતો ચાલતો નહી અને આખો દિવસ ઘરની બહાર રહેતો હતો.

કોરોના મહામારીને લઈને લોકડાઉન લાગતા વિશાલે ભૂમિકાને કહેલ કે તું તારા પિતાના ઘરેથી પૈસા લઈ આવ. નહી તો હું તને છુટાછેડા આપીશ. એવું કહી કોઈ સંબંધ ન રાખવા સાથે આ રીતે કરવાનું કારણ પૂછતા તેના અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાનું જણાવેલ. આટલું જ નહી પણ પતિ અને સાસુ વારંવાર પૈસાની માંગણી કરવા સાથે કહેતા કે તું કરિયાવરમાં સોનુ ચાંદી ઓછુ લાવી છે, તું હવે પૈસા લઈ આવ એમ કહી ઝઘડો કરતા પતિ અને સાસુના ત્રાસથી 16.8.2020ના રોજ ભૂમિએ ઝેરી દવા પી જઈ આપઘાત કરવાની કોશિશ કરી હતી.

બાદ સારવાર દરમિયાન તબિયત સુધરતા આરામ કરવાની વાતે પરણીતાને તેના પિયરમાં મોકલી અપ્યા બાદ ફરી લઈ જવા પતિને ફોન કરતા તેણે કહેલ કે તારે આવવું હોયતો આવ. તને કોઈ લેવા ન આવે, અને સાથે લાખ રૂપિયા લઈને આવજે એમ કહી લેવા આવેલ નહી. ત્યારે મહિના બાદ સમાજના આગેવાનો ભેગામળી સમજાવવા છતાં ન સમજી દહેજની માંગણી કરતા અંતે પરણીતાએ પતી અને સાસુ વિરૂદ્ધ દહેજની માંગણી કરી માનસિક ત્રાસ આપવાની વાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો