તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:લેણદારોના ત્રાસથી સરથાણાના બિલ્ડરનો શેખપુરનાંં ફાર્મમાં ફાંસો

નવાગામ,ઓલપાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બિલ્ડર રતિલાલ - Divya Bhaskar
બિલ્ડર રતિલાલ
  • 4 પાનાની સ્યુસાઈડ નોટમાં 3-4 સાથે લેવડ દેવડનો ઉલ્લેખ

સરથાણા ખાતે રહેતા બિલ્ડરનો પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી બંધ છે, જે અંગે માનસિક તાણમાં આવી જતાં કામરેજ શેખપુરના ફાર્મમાં ફાંસો ખાધો હતો. 4 પાનાની સ્યુસાઈડ નોટમાં 3-4 સાથે લેવડ દેવડનો ઉલ્લેખ છે. ફરિયાદ રતિલાલના પુત્ર ગૌરવ પાનસુરિયાએ નોંધાવી હતી.સરથાણામાં રહેતા રતિલાલ નાથાભાઇ પાનસુરિયા (57)(રહે. 31 ભુરખીયાધામ, સરથાણા,મૂળ છોડવડી તા. ભેંસાણ જિ. જૂનાગઢ) વ્યવસાયે બિલ્ડર હતા. તેમણે પ્રોજેક્ટ પૂર્ણ કરવા ઉછીના રૂપિયા લીધા હતા. પરંતુુ 2 વર્ષથી પ્રોજેક્ટ બંધ હોય અને વેચાણ ન થતું હોવાથી રૂપિયા ચુકવી શકતા ન હોય જેથી માનસિક તણાવ અનુભવતા હતા.

તા.6ના રોજ ઘરેથી નીકળી શેખપુરની સીમમાં બ્લોક નં 261 વાળી માલિકીની જમીનમાં ફાર્મ હાઉસમાં ફાંસો ખાઇ લીધો હતો. આ પાછળ શેખપુરના ફાર્મ હાઉસ પણ લેણદારે લખાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. એકમાત્ર સ્યુસાઇડ નોટ મહત્વનો પુરાવો, જેમાં કેટલાકના નામ ખુલે તેમ છે.જોકે, પોલીસે સુસાઇડ નોટ જાહેર કરી નથી.

અન્ય સમાચારો પણ છે...