‘કિલન ઈન્ડિયા' અભિયાન:‘ક્લિન ઈન્ડિયા' અભિયાન હેઠળ જિલ્લામાં સ્વચ્છતાના કાર્યક્રમો

ઓલપાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઓકટોબર-2021ના સમગ્ર માસ દરમિયાન ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા યોજાનાર ‘કિલન ઈન્ડિયા' અભિયાનનો મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસરે ઓલપાડ ખાતેથી જિલ્લા કલેકટર આયુષ ઓકે લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ અભિયાન હેઠળ આબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયને સિગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનો અનુરોધ કર્યો હતો.

અભિયાનને જન આંદોલનરૂપે ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ના કચરાને એકત્ર કરી નિકાલ કરવા કલેકટરે હિમાયત કરવા સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્વચ્છતા ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરનારા દેવીપુજક મનોજભાઈ, ઓલપાડના તલાટી જે.એમ.રાણા, એન. એસ. એસ. ના સુરવીરસિંહ ઠાકોરને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ વેળાએ સૌએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા. જિલ્લામાં ઓકટોબર દરમિયાન નહેરૂ યુવા સંગઠન, એન.એસ.એસ.ગ્રામપંચાયતોમાં યુવા સંગઠનો, મહિલા મંડળો, સખીમંડળો દ્વારા ડોર- ટુ-ડોર કેમ્પેઇન કરી પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા તથા તેના નિકાલ અંગે માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...