તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
15 ફેબ્રુઆરીની મધ્યરાત્રિના ફાસ્ટેગ ફરજીયાતની સરકારની જાહેરાત બાદ ફરીવાર મુદ્દત લંબાવવાની આશાએ બેસી ફાસ્ટેગ ન અપનાવનાર વાહન ચાલકો અને ટોલ નાકા પર ફરજ બજાવતા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સાથે સ્થાનિકોએ પણ 20ના બદલે 150 ચુકવવાના થયા છે, જયારે કેટલાક ફાસ્ટેગ વગરના વાહન ચાલકોએ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવી 7 ઘણો ટેક્ષ ન ચૂકવવા જીભાજોડી કરી હતી, જયારે 150 રૂપિયા ભરવાના થતા લોકો તાત્કાલિક ફાસ્ટેગ લગાવતા જોવા મળ્યા હતા. સરકારે ટોલટેક્ષ કેસલેસ કરવાની સાથે વધુ ઝડપી અને આધુનિક સુવિધા લાગુ કરવાની બાબતે ટોલનાકાઓ પર ફાસ્ટેગ ફરજીયાત કર્યો છે.
મહિનાઓ પહેલાની અટકળ છતાં પ્રાઇવેટ અને કોમર્શિયલ મહત્તમ વાહન ચાલકોએ ફાસ્ટેગ ન અપનાવતા 15 ફેબ્રુઆરીની મધ્ય રાત્રિના 12 વાગ્યાથી ફાસ્ટેગ ફરજીયાત કરવાના સરકારના અંતિમ નિર્ણયથી કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલનાકા પર અફરાતાફરીનો માહોલ સર્જાયો હતો. વાહનચાલકોનો ફરજીયાત ફાસ્ટેગ બાબતનો મિજાજ જાણવા અને વાચકો માટે Live રીપોર્ટ કરવા દિવ્ય ભાસ્કરના પ્રતિનિધીએ 15 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ 12 વાગ્યાથી કામરેજ ટોલનાકા પર હાજર રહી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.રાત્રિના 12 વાગ્યાના ટકોરે નેશનલ હાઇવે નંબર 8 પર કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલ નાકા પર CASH લાઈનનું બોર્ડ ન હતુ. ફરજીયાત FASTEGના બોર્ડ લાગ્યા હતા.
સ્થાનિકો માટે વધુ એક મુદ્દત આપવી જરૂરી હતી
સૌથી વધુ મુશ્કેલી સ્થાનિક વાહન ચાલકોને છે ફાસ્ટેગના નિયમ બાદ ચોર્યાસી ટોલનાકા પર 20 રૂપિયા ટેક્ષ લેવાતો થયો અને હવે 150 લેવાશે. સ્થાનિકોએ ફાસ્ટેગ અપનાવવા સાથે ગાડી આર.સી બુક અને ઓળખનો પુરાવો આપી લીંક કરાવવાનું થતું હોય જે તાત્કાલિક મુશ્કેલ છે. માત્ર સ્થાનિકો માટે વધુ એક મુદ્દત આપવી જરૂરી હતી. > વિજય પટેલ, સ્થાનિક
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.