વિરોધ:તેના ગામે ફાળવેલા 100થી વધુ જીંગા તળાવ ગેરબંધારણીય, દૂર કરો ; ગ્રીન ટ્રિબ્યુનલ

ઓલપાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • CRZ વાળી જમીન કલેક્ટરે તળાવ માટે ફાળવી હતી, ગ્રામજનોએ વિરોધ કર્યો હતો

તેના ખાડી પર આવેલી બ્લોક નંબર 591 વાળી જમીન પર સુરત કલેક્ટરે મત્સ્ય ઉછેર માટે તળાવો ફાળવણી કરી હતી. ગ્રામજનોએ આ નિર્ણયનો વિરોધ કરી એન.જી.ટી.માં ફરિયાદ કરી હતી. જેના ચુકાદામાં કહેવાયું છે કે, કલેક્ટરે મત્સ્ય ઉછેર માટે તળાવો ફાળવી CRZનો ભંગ કર્યો છે. તળાવ ફાળવણી ગેરબંધારણીય હોવાથી તે દુર કરી પર્યાવરણ લક્ષી કામગીરી કરવા કરવામાં આવે. ઓલપાડ તાલુકાના તેના ગામે બ્લોક નંબર 591 સર્વે નંબર 276/3/1 એ વાળી 72 હેકટર જેટલી જમીનમાં મત્સ્ય ઉછેર માટે તળાવ બનાવવા સુરત જિલ્લા કલેક્ટરે જમીનની ફાળવણી કરી હતી. એ સાથે જ મત્સ્યઉદ્યોગ વિભાગે માસ્ટર મેપિંગ પણ કરી હતી.

આ જમીનમાં વૃક્ષો પણ છે અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ક્ષેત્ર હોવાથી અન્ય કોઇપણ જાતની પ્રવૃત્તિ પ્રતિબંધિત છે. સુરત કલેક્ટર અને મત્સ્ય ઉદ્યોગ કમિશ્નર ગાંધીનગરે માસ્ટર મેપિંગ તૈયાર કરી તળાવો માટે જમીન ફાળવણી કરતા ગ્રામજનોએ ફાળવણી રદ કરવા રજૂઆત કરી હતી. જોકે, કાર્યવાહી ન કરાતા એન.જી.ટી.માં કેસ દાખલ કરાયો હતો. જેથી એનજીટીએ પોતાના હુકમમાં કહ્યું હતું કે, તેના ગામે CRZ વાળી 72 હેકટર જમીનમાં ફાળવેલા 100થી વધુ જીંગા તળાવ ગેરબંધારણીય હોય તાત્કાલિક દુર કરી નાસ પામેલા મેનગ્રુવ ફરી રોપી દરિયાઈ પર્યાવરણ જળવાઈ રહે તેવા પગલા લેવામાં આવે.

કોઈપણ કામગીરી માટે કેન્દ્રની મંજૂરી જરૂરી
2019 કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નક્શાઓ ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે મંજુર કર્યા છે. જે અંતર્ગત બ્લોક નંબર 591 વાળો સમગ્ર વિસ્તાર ક્રિટિકલ વલ્નરેબલ કોસ્ટલ એરિયા હોવાથી કોઇ પણ કામગીરી માટે કેન્દ્રની મંજૂરી લેવાની હોય છે. ત્યારે અહીં તળાવ ફાળવણીમાં અધિકારીઓએ ગેરરીતી કરી હોવાની બાબત ગ્રીન ટ્રિબ્યુનલને ધ્યાને આવતા તળાવો દુર કરવાનો ચુકાદો આપ્યો છે. - મનોજ સુરતી, ફરિયાદી

અન્ય સમાચારો પણ છે...