તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:સુરતના રત્નકલાકારે નેશનલ પાવર લિફ્ટિંગમાં 3 ગોલ્ડ જીત્યા

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાવર લિફ્ટિંગમાં 3 ગોલ્ડ મેડલ જીતનાર વિરાજ માછી. - Divya Bhaskar
પાવર લિફ્ટિંગમાં 3 ગોલ્ડ મેડલ જીતનાર વિરાજ માછી.
  • ધારાસભ્યએ સન્માનિત કરવા સાથે મદદરૂપ થવા ખાતરી આપી

ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સુરત શહેરના વરિયાવ ગામના યુવાન વિરાજ માછીએ 3 ગોલ્ડ મેડલ જીતી વરિયાવ ગામ સહિત સુરત શહેરના ગૌરવમાં વધારો કર્યો છે, જેના પગલે ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલે આજે વિરાજની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન આપ્યા હતા અને તેમના પ્રમુખપણા હેઠળ કાર્યરત સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી રૂપિયા 21,000નું પુરસ્કાર આપી ભવિષ્યમાં સહાય કરવાની ખાતરી આપી છે.

સુરત શહેરના વરિયાવ ગામના માછી ફળિયામાં વિરાજ શાંતિલાલ માછી રહે છે. આ યુવાન કતારગામ સુરત ખાતે હીરાની એક ઓફિસમાં કામ કરે છે. તેમણે ગત 6થી 9 ઓગસ્ટ-2021 દરમિયાન ઈન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા દેશની રાજધાની ન્યુ દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ પાવર લિફ્ટિંગ રમત સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ ચેમ્પિયનશિપમાં દેશના વિવિધ રાજ્યના અનેક પાવર લિફ્ટરર્સોએ ભાગ લીધો હતો.જે પૈકી વિરાજ માછીએ ‘બેંચ પ્રેસ’તથા ‘સ્કોચ’ અને ‘ડેડલિફ્ટ’ ની ત્રણે રમત સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી “ત્રણ ગોલ્ડ મેડલો” કબજે કરી ત્રણેનો ખિતાબ તેના નામે કર્યો હતો.

આ સિદ્ધિ બદલ વિરાજ માછીએ ગુજરાત રાજ્ય સહિત સુરત શહેર અને વરિયાવ ગામનું નામ રોશન કરતા અભિનંદનને પાત્ર બન્યા છે.જ્યારે ત્રણ ગોલ્ડ મેડલ સાથે સન્માનપત્ર મેળવનાર વિરાજ માછીએ આત્મવિશ્વાસ સાથે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તેઓ હવે આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને તેઓ આ ત્રણે મેડલો મેળવીને જ જંપશે.

અન્ય સમાચારો પણ છે...