તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:દ.ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ તરીકે રમેશ પટેલની વરણી કરાઈ

ઓલપાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જયેશ પટેલ ભાજપમાં જોડાતા ખેડૂત સમાજમાંથી પાણીચું

તાલુકાની જુદી જુદી સહકારી મંડળીમાં હોદ્દા પર રહેવા સાથે સુમુલ ડેરીની ઓલપાડ બેઠક લાંબા સમયથી અડિંગો જમાવીને બેઠેલા જયેશ પટેલે સુમુલ ડેરીની ચૂંટણી ટાણે ભાજપનો ભગવો અપનાવી લેતા દક્ષિણ ખેડૂત સમાજના પ્રમુખ પદેથી પાણીચું આપી પ્રમુખ પદે ઓલપાડ ખેડૂત સમાજના પ્રમુખની વરણી કરવામાં આવી હતી.

જયેશ પટેલ ભાજપ પક્ષમાં જોડાઈ સુમુલ ડેરીની ચૂંટણીમાં પોતાની બાજી ગોઠવી
ઓલપાડ તાલુકાના ખેડુતોના પ્રશ્ને સરકાર સામે લડત ચલાવી ખેડૂતોના મસીહા બની ખેડૂત સમાજના નામે ખેડૂતોના ખભે હાથ રાખી સહકારી ક્ષેત્રનું રાજકારણ કરતા આવેલા કોંગ્રેસ પક્ષ સાથે સંકરાયેલા જયેશભાઇ નટવરભાઈ પટેલ દેલાડ કે સુમુલ ડેરીની ઓલપાડ બેઠકના ડિરેક્ટર હોય હાલ સુમુલ ડેરીની ચૂંટણી આવતા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખનો હોદ્દો ધરાવતા જયેશ પટેલ ભાજપ પક્ષમાં જોડાઈ સુમુલ ડેરીની ચૂંટણીમાં પોતાની બાજી ગોઠવી છે.

અન્ય સમાચારો પણ છે...