બદલી થતાં પ્રોજેકટ અટક્યો:તત્કાલીન SP ઉષા રાડાએ મહિલા બુટલેગરો માટે હાથ ધરેલા પ્રોજેક્ટ આત્મનિર્ભરનું બાળ મરણ થયું

ઓલપાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા બુટલેગરોને નાના ગૃહ ઉદ્યોગ થકી પગભર કરવાનો પ્રોજેક્ટ હતો

સુરત ગ્રામ્ય પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં દેશી અને વિદેશી દારૂના વેચાણ સંદર્ભે પ્રોહિબિસન એક્ટ મુજબ નોંધાયેલા કેસના આંકડા પરથી સુરત ગ્રામ્યમાં પુરુષ બુટલેગરો કરતા ત્રણ ઘણી વધુ મહિલા બૂટલેગરો દારૂનો વ્યવસાય કરતી આવી છે. એટલુજ નહિ પણ સુરત ગ્રામ્યમાં ઓલપાડ તાલુકામાં સૌથી વધુ મહિલાઓ દારૂના વ્યવસાય થકી ગુજરાન ચલાવે છે.

ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં દેશી બનાવટનો દારૂ બનાવી વેચાણ કરવા સાથે સુરત શહેરમાં સપ્લાય કરવાનો વેપલો ચાલે છે. કાંઠાના ગામોમાં રોજગારી ન મળતા મહિલાઓ દારૂની બદીમાં લાગી છે. ત્યારે દારૂના દુષણથી તેમને દૂર કરવા સાથે આત્મનિર્ભર બની પગભર કરવાના આશયે સુરત ગ્રામ્ય પોલીસ અને ખાનગી સંસ્થાએ ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં સ્વરોજગારીની જવાબદારી ઉપાડી હતી. જે થકી મહિલા બુટલેગરો દારૂના વ્યવસાયથી દૂર થઈને સ્વનિર્ભર બનવા ઈચ્છતી હોય તેવી મહિલા બુટલેગરોને સ્વરોજગાર લક્ષી ટ્રેનિગ આપી ગૃહ ઉદ્યોગોમાં જોડવાનો આઈ.પી.એસ ઉષા રાડાનો પ્રથમ અને સરાહનિય પ્રોજેક્ટનું તેમની બઢતી સાથે બદલી થતાં બાળ મરણ થયાનું નોધાયું છે.

હળપતિ અને આદિવાસી સાથે ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં મહિલાઓ દેશી દારૂ બનાવવા અને વેચવાનું ગૃહ ઉદ્યોગની માફક કામ કરતા આવ્યા છે. ઓલપાડ તાલુકામાં મહિલા બુટલેગરોને અન્ય ગૃહ ઉદ્યોગો તરફ વાળી સન્માનભેર નવું જીવન જીવવાની રાહ દેખાડવાનું બીડું સુરત ગ્રામ્ય પોલીસના તત્કાલિન મહિલા પોલીસ અધિક્ષક આઈ.પી.એસ ઉષા રાડા દેસાઈએ એક ખાનગી સંસ્થા સાથે મળીને ઉપાડ્યું હતું.

દેશી બનાવટનો ઝેરી કેમિકલથી બનતો સ્વાસ્થ્યને હાનીકારક દેશી દારૂ પીવાથી અનેક યુવાનો જીવ ગુમાવવા સાથે પરિવારને દુઃખી કરવા સાથે વેરવિખેર કરી દે છે. સુરત ગ્રામ્ય પોલીસ અને ખાનગી સંસ્થાના સહયોગથી કામગીરીનો ઓલપાડ કાંઠાના લવાછા ગામથી આરંભ કરવાના ભાગરૂપે મહિલા બુટલેગરો સાથે બેઠક કરી પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. ગ્રામ્ય તત્કાલિન જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા દેસાઈ અને કાજલ ત્રિવેદી કુંડલીયા સંચાલિત તથાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ભેગા મળી 31 જાન્યુઆરીએ લવાછા ગામે મહિલા બુટલેગરો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું.

જેમાં 50 મહિલા બુટલેગરો હાજર રહી હતી. બેઠકમાં હાજર તમામ મહિલા બુટલેગરોએ દારૂના વ્યવસાયમાંથી દૂર થવાની તૈયારી બતાવતા એસ.પી ઉષા રાડા અને ખાનગી સંસ્થાએ તેમને સ્વનિર્ભર બનાવવા જુદા જુદા લઘુ તેમજ ગૃહ ઉદ્યોગોની તાલીમ આપવાની કામગીરી હાથ ધરી હતી. ત્યાં જ આઈ.પી.એસ ઉષા રાડાની સુરત ગ્રામ્ય એસ.પી થી એ.સી.પી તરીકેનું પ્રમોશન સાથે સુરત બદલી થતાં આત્મનિર્ભર પ્રોજેકટનું બાળ મરણ થયું.

ગૃહવિભાગ ધ્યાન આપી મદદરૂપ થાય તો શક્ય
સુરત ગ્રામ્યમાં દેશી દારૂના વ્યવસાય સાથે જોડાયેલી મહિલા બુટલેગરોને નાના ગૃહ ઉધ્યોગ થકી પગભર કરવા માટેનો પ્રોજેકટ આત્મનિર્ભળ એ એસ.પી ઉષા રાડાના સહયોગથી પ્રથમ પ્રયત્ન હતો. ઓલપાડ તાલુકાનાં કાંઠાના ગામોમાં પ્રોજેકટ કાર્યરત કરવાની સાથે જ એ.પી રાડાની બદલી થતાં પ્રોજેકટ અટક્યો છે. પોલીસના સહયોગથી આવો પ્રોજેકટ કરવો શક્ય છે. આ પ્રોજેકટ માટે રાજ્ય ગૃહ વિભાગ સહયોગી બને તે માટે મે હર્ષ સંઘવીને મળી રજૂઆત કરી છે. - કાજલ કુંડલિયા, પ્રમુખ, ખાનગી સંસ્થા

અન્ય સમાચારો પણ છે...