પસંદગી:ધી ઓલપાડ-સાયણ-કીમ નાગરિક મંડળીના પ્રમુખ-ઉપ પ્રમુખ વરાયા

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખપદે પરિમલ મોદી અને ઉપપ્રમુખપદે દેલાડના ભાવિન પટેલની બિનહરીફ

ઓલપાડ તાલુકાની નાણાં ધિરાણ કરતી સૌથી મોટી સહકારી મંડળી ધી ઓલપાડ- સાયણ-કીમ નાગરિક મંડળીમાં પ્રમુખપદે ઓલપાડના પરિમલ મોદી અને ઉપપ્રમુખપદે દેલાડના ભાવિન પટેલની પસંદગી કરવામાં આવી છે.

ઓલપાડ તાલુકાના નાના દુકાનદારો અને વેપારીઓ માટે આશિર્વાદરૂપ સમાન નાણાં ધિરાણ કરતી તાલુકાની એક માત્ર સહકારી મંડળી ધી ઓલપાડ-સાયણ-કીમ નાગરિક મંડળીની સ્થાપના સને-1968 માં સ્વ.મોહનદાસ ગોરધનદાસ મોદી અને સ્વ. કાંતિભાઈ અગ્રવાલના નેજા હેઠળ સ્થાપવામાં આવી હતી. આ મંડળીના 15 બોર્ડ ઓફ ડિરેકટરોની ચૂંટણીનું પરિણામ ગત તા.૨૫ મી ડિસેમ્બરે જાહેર થયા બાદ ચૂંટાયેલા બોર્ડ ઓફ ડિરેકટરોની પ્રથમ મિટિંગ આજે શુક્રવાર,તા.06 ના રોજ મંડળીના બોર્ડ રૂમમાં મળી હતી. વાર્ષિક રૂપિયા 100 કરોડથી વધુ નાણાંનું ટર્ન ઓવર કરતી આ મંડળીની મિટિંગ સંસ્થાના માજી પ્રમુખ અને કીમ વિભાગના ડિરેક્ટર સન્મુખભાઈ ઢીંમરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.આ મિટિંગમાં સને-2027 સુધી મંડળીનો વહીવટ કરવા માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીનું કામ એજન્ડા ઉપર લાવવામાં આવ્યું હતું.

પ્રમુખપદ માટે ઓલપાડ ભાજપ અગ્રણી પરિમલ હરીશભાઈ મોદીની દરખાસ્ત સુરેશભાઈ ગુપ્તાએ મુકતા શાંતિલાલ જૈને ટેકો આપ્યો હતો, જયારે આ પદ માટે અન્ય કોઈ દરખાસ્ત ન થતા મંડળીના પ્રમુખ તરીકે પરિમલ મોદી બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા, જયારે મંડળીમાં અઢી વર્ષ સુધી ઉપપ્રમુખપદ માટે સાયણના ડિરેક્ટર ધર્મેશ નગીનભાઈ પટેલે દેલાડ ગામના ભાવિન રમેશભાઈ પટેલનાં નામની રજુ કરી હતી. આ દરખાસ્તને એડવોકેટ અજય કરશનભાઈ રામાણીએ ટેકો આપ્યો હતો, જયારે અન્ય કોઈ દરખાસ્ત રજૂ ન થતાં ભાવિન પટેલને

મંડળીમાં અગાઉ થયેલી નાણાંની ઉચાપતની વસૂલાત પડકારરૂપ
અગાઉના વર્ષમાં આ મંડળીના રીકરીંગ એજન્ટ અને મેનેજરે રૂપિયા 34 લાખની ઉચાપત કરતા સરકાર નિયુક્ત બોર્ડે રૂ.9 લાખ જેટલી આંશિક રકમની વસૂલાત કરેલ છે, જયારે ઉચાપત વસૂલાતનો કેસ હાઇકોર્ટમાં હાલ ચાલી રહ્યો છે. જો કે આ મંડળીમાં જે-તે સમયે નાણાંની ઉચાપત થઈ હતી, ત્યારે હાલમાં ચૂંટાયેલ પ્રમુખ પરિમલભાઈ મોદી તે સમયે મંડળીના ઉપપ્રમુખપદે હતા. તે સમયે પરિમલ મોદીએ ઉચાપત રકમ વસૂલાત કડક હાથે કરવા માટેની બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...