મોકડ્રિલ:ઓલપાડના દરિયા કાંઠાના તેના ગામે પોલીસનું મોકડ્રિલ

ઓલપાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને દરિયાઈ માર્ગે આંતકવાદીઓ ઘુસણખોરી કરી કોઈ આંતકી ઘટનાને અંજામ આપવામાં સફળ ન થાય તેવા હેતુથી પોલીસની સતકર્તા ચકાસવા સુરત ગ્રામ્ય પોલીસ એજન્સીઓની સંયુક્ત ટીમે તાલુકાના તેના ગામે મોકડ્રીલ કાર્યકમ યોજ્યો હતો.

19થી 20 જાન્યુઆરી દરમિયાન રેન્જ આઇ. જી. ડો. રાજકુમાર પાંડીયન, પોલીસ અધિક્ષક ઉષા રાડાની સૂચનાથી ડીવાયએસપી સી.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ મોકડ્રિલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એસઓજી ટીમ, ઓલપાડ પોલીસ, કયુ.આર.ટી.ટીમ,બીડીડીએસ ટીમ તથા જિલ્લા પોલીસ અધિકારી-કર્મીઓ,આઇ.બી. અધિકારી, કર્મચારીઓ, મેજીસ્ટ્રેટ, ફાયર જવાનો તથા મેડીકલ ટીમ જોડાઈ હતી.ઓલપાડના દરિયાકાંઠાની તેના ગામે કોમ્ફીયા કંપનીના રૂમમાં હથિયાર સાથે ત્રણ શંકાસ્પદ ઇસમોએ કંપનીના બે અધિકારીને બંધક બનાવેલા હોવાના મેસેજના પગલે પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...