તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:સ્યાદલાના NRIની સહાયથી ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો

ઓલપાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેલાડની હોસ્પિટલમાં 21 લાખના દાનથી કોરોનાની સારવાર માટેની મશીનરી ઉપલબ્ધ કરાઈ

કોરોના વૈશ્વિક મહામારીને કારણે સમગ્ર વિશ્વ જાણે કે થંભી ગયું છે. આ આપત્તિની ઘડીમાં માનવતા અને કરૂણાનાં ઉત્તમ ઉદાહરણો ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોવા મળ્યા. સેવા કરવામાં ગુજરાતીઓ વિદેશમાં રહીને પણ આવી વિકટ ઘડીમાં પોતાનું યોગદાન આપવાનું નથી ચૂકતા. આવું જ કંઈક સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સ્યાદલા ગામે જોવા મળ્યું. અહીંના અમેરિકા તેમજ કેનેડા જેવાં દેશોમાં વસતાં એન.આર.આઇ. મિત્રોએ મુશ્કેલીમાં મુકાયેલા કોરોના સંક્રમિત ગ્રામ્ય વિસ્તારનાં પરિવારોની સંભાળ લેવાની જવાબદારી ઉપાડી વતન પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું.

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનને અભાવે ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમિત થયેલ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા. આ મુશ્કેલીનાં નિવારણ માટે સ્યાદલા ગામનાં એન.આર.આઇ. કે જેઓ અમેરિકા અને કેનેડામાં વસવાટ કરે છે તેમણે અત્રેની જીવનરક્ષા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ માટે રૂપિયા 18,81,000 રૂપિયા ઉપરાંત આઈ.સી.યુ. મોનીટર માટે સ્વ. છીતુભાઈ લલ્લુભાઈ પટેલ પરિવાર, સ્યાદલા તરફથી રૂપિયા 50,000 રૂપિયા કેતનભાઇ સુમનભાઈ પટેલ પરિવાર, સ્યાદલા તરફથી રૂપિયા 50,000 રૂપિયા તેમજ નીતિનભાઈ હસમુખભાઈ પટેલ હસ્તક સ્યાદલા તરફથી રૂપિયા 1,50,000 મળી કુલ 21,31,000 નું માતબર દાન રવિવારે સ્યાદલા ગામનાં અગ્રણી કિરીટભાઈ જયંતિભાઈ પટેલ તથા અન્ય આગેવાનોનાં હસ્તે એન.આર.આઈ. પરિવાર વતી હોસ્પિટલને વસ્તુ અને રોકડ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું.

આ સહાય થકી કોરોનાના સામેની લડાઇ વધુ મજબૂત બનશે
જીવનરક્ષા હોસ્પિટલનાં પ્રમુખ રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્યાદલા ગામનાં વતનપ્રેમી એન.આર.આઈ. મિત્રો દ્વારા કરાયેલી મદદ થકી કોરોના સંક્રમિત વ્યક્તિઓની મદદ થશે અને અમેરિકા અને કેનેડાથી મોકલવામાં આવેલ આ સહાય અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડશે.

અન્ય સમાચારો પણ છે...