તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:દાળિયા કોટન મંડળીની 21 બેઠક પૈકી 15 બિનહરીફ, 6 પર ચૂંટણી

ઓલપાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેરડી બેઠક પર રમેશ પટેલ, દિહેણ બેઠક પર કિશોર પટેલની જીત

સુરત જિલ્લાની સોંથી મહત્વની સહકારી મંડળી એવી ધી ઓલપાડ તુવેર અને ભોંયસિંગ કોટન મંડળી જે દાળિયા સહકારી મંડળીના નામે જાણીતી છે. મંડળીની બોર્ડ ઓફ ડિરેકટરની રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં 21 બેઠકો માંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. 6 બેઠક શેરડી, સોસક,અંભેટા, દિહેણ, બરબોધન અને દામકા બેઠકની ચૂંટણી યોજાઈ હતી.

ઓલપાડ ગ્રૂપ કોટન- ઓપરેટિવ તુવેર એન્ડ ભોંયસિંગ સોસાયટી લિમિટેડ ની વ્યવસ્થાપક સમિતિ ની ચૂંટણી યોજાઈ હતી આ મંડળી સુરત જિલ્લાની સોંથી મહત્વની મંડળી ગણવામાં આવે છે આ મંડળી ની કાર્યક્ષેત્ર સુરત જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી, કામરેજ અને માંગરોળ તાલુકા સુધી વિસ્તરણ પામેલી મંડળી છે.

આ મંડળીમાં 13 હજાર સભાસદો જોડાયેલા છે અને ખેડૂતો માટે આ મંડળી આશીર્વાદ રૂપ છે. મંડળી ની આજે શાંતિ પૂર્ણ માહોલમાં બોર્ડ ઓફ ડિરેકટરની ચૂંટણી સંપન્ન થઈ હતી. 21બેઠકો પૈકી 15 બેઠકો બિનહરીફ થઈ હતી જ્યારે 6 બેઠકો પર રસાકરી ભરી ચૂંટણી યોજાઈ હતી.

શેરડી બેઠક પર રમેશ પટેલની જીત થઈ હતી જયારે દિહેણ બેઠક પર કિશોર પટેલ જીત થઈ હતી અને ઓલપાડ તા. પં.ના માજી પ્રમુખ અને ભાજપના પાયાના નેતા કાન્તિ નગીન પટેલની કારમી હાર થઈ હતી.ે સોસક બેઠક પર સહકારી આગેવાન મહેન્દ્ર પટેલની પણ હાર થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...