તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઓલપાડમાં ફર્નિચરની દુકાનમાંથી અફીણના જથ્થા સાથે એક ઝડપાયો

ઓલપાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરા વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાની ઇસમની અટક

ઓલપાડ તાલુકામાં વિદેશી દારૂ અને ગાંજા બાદ હવે અફીણનું વેચાણ થતું હોવાની ચોકાવનારી ઘટના પ્રકાશમા આવી છે. સુરત ગ્રામ્ય એસ.ઓ.જી ની ટીમે મળેલી બાતમીના આધારે ઓલપાડમાં એક ફર્નિચરની દુકાનમાં રેડ કરતા અફીણના જથ્થા સાથે એક યુવકને પકડી પાડયો હતો. પોલીસની મોડી સાંજ સુધી તપાસ ચાલુ રાખી હતી.

ઓલપાડ ટાઉનના સુરત સ્ટેટ હાઇવે પર પેટ્રોલ પંપ સામે આવેલ જય અંબે ચાની દુકાનની બાજુમાં આવેલ ફર્નીચરની દુકાનમાં કામ કરતો ઇસમ મહોમ્મદ જે મૂળ રાજસ્થાનનો વતની હોય, પણ લાંબો સમયથી ઓલપાડ ટાઉનના પરા વિસ્તારમાં રહેતો હોવા સાથે અફીણનો વેપલો કરતો હોવાની સુરત ગ્રામ એસ.ઓ.જીને મળેલી બાતમીના આધારે રવિવારની બપોરે બાતમીવાળી ફર્નીચરની દુકાનને રેડ કરી અફીણના જથ્થા સાથે મોહમ્મદને આબાદ ઝડપી પાડી વધુ તપાસ અર્થે પોલીસે મોડી સાંજે એફ.એસ.એલ ની મદદ લેવા સાથે કાર્યવાહી ચાલુ રાખી હતી.જયારે અફીણ સાથે રાજસ્થાની યુવક ઝડપાવાની ઘટનામાં મોડી સાંજ સુધી કાર્યવાહી ચાલી હોય, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસની કાર્યવાહી ચાલી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો