તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઝિંગા તળાવ મુદ્દે હાર્દિક પટેલ ઓલપાડના MLAની ઓફિસે બેસી લોકોને છેતરતો હતો

ઓલપાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આરોપી હાર્દિક - Divya Bhaskar
આરોપી હાર્દિક
 • રિમાન્ડ નામંજૂર થતા જેલમાં ધકેલાયો

ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના કાંઠાના ગામોમાં ઝિંગા તળાવ માટે મંજૂરીના નામે અનેક લોકો પાસે ઓલપાડ ધારાસભ્યના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણું કરી છેતરપિંડી કરનાર સુરતના હાર્દિક પટેલની વધુ તપાસ અર્થે રિમાન્ડ ન મળતા લાજપોર જેલ ભેગો કરાયો છે. બીજી તરફ અનેક લોકો ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને દોડતા થયા છે.

ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના કાંઠાના ગામોમાં સરકારી જમીનો પર ગેરકાયદે ઝિંગા તળાવનો વેપલો ચાલતો હતો. ત્યારે આને કાયદેસર બનાવવાની યુક્તિ લગાવી ભેસ્તાનનો હાર્દિક પટેલ કે જે 15 વર્ષથી હાંસોટ, નવસારી અને ઓલપાડ તથા ચોર્યાસીમાં ઝિંગા તળાવની મંજૂરી અપાવવાની કામગીરી કરતો હતો. હાર્દિકે પૂર્વ પ્લાનીંગ કરી ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલની ઓફિસે આવીને બેસી ઝિંગા ઉછેર કરતા લોકોના સંપર્કમાં આવવા સાથે મુકેશ પટેલ સાથે મળીને કામ કરતો હોવાનું જુઠ્ઠાણું ચલાવી લોકોને વિશ્વાસમાં લીધા હતા. જેમાં મોર ગામના સંદીપ પાસે 97 લાખ સાથે અન્ય લોકો પાસેથી પણ કરોડોનું ઉઘરાણું કરી છેતરપિંડી કરતા સંદીપની ફરિયાદને આધારે ઓલપાડ પોલીસે હાર્દિકની અટક કરી કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગ્યા હતા.

ભોગ બનનારા ફરિયાદ કરે હું તેમની સાથે છું
હાર્દિકે ધારાસભ્ય મુકેશ પટેલના નામે લોકોને વિશ્વાસમાં લઈને ઝિંગા તળાવની મંજૂરી અપાવવાની બાબતે કરોડોનો તોડ કર્યો છે ત્યારે ભોગ બનેલા પૈકી કેટલાક લોકો ખોટી બાબતે ડરે છે. ત્યારે મારી તેઓને જાહેર અપીલ છે કે, ભોગ બનેલા લોકો હિંમત ભેર સામે આવે અને પોલીસમાં ફરિયાદ કરે હું તેમની સાથે છું. - મુકેશ પટેલ, ધારાસભ્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો