તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:104 ગામ સાથે 1.96 લાખની વસ્તીવાળો ઓલપાડ તાલુકો ઇ. મામલતદારના ભરોસે

ઓલપાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 મહિનાથી ચોર્યાસી તાલુકાના મામલતદાર ઇન્ચાર્જ તરીકે હવાલો સંભાળે છે

સુરત જિલ્લાનો સૌથી મોટા ઓલપાડ તાલુકાની મહત્વની ગણાતી મામલતદાર કચેરી જ્યાં તાલુકાના મહત્વના કામો થતાં હોય ત્યારે કચેરીમાં મહિનાઓથી કાયમી મામલતદારની નિમણૂંક ન કરાતા તાલુકો અને મામલદાર કચેરી ઇન્ચાર્જ અધિકારીથી ચાલી રહી છે.

ઓલપાડ તાલુકો કે જે 104 ગામો સાથે વર્ષ 2011 પ્રમાણે 1,96,846 લાખથી વધુની વસ્તી ધરાવતો હોય સાથેજ સૌથી મોટી રેવન્યુ કામગીરી ધરાવતા તાલુકાની મામલતદાર કચેરી ની કામગીરી છેલ્લા 4 મહિના અગાઉથી ચોર્યાસી તાલુકાના મામલદાર પી. બી. સક્સેના હસ્તક છે. જમીન વિવાદમાં આવેલા મામલતદાર ચૌહાણની બદલી થયા બાદ પ્રોબેસનલ અધિકારીની અતિરાગ ચપલોટની નિમણૂક કરવામાં આવી હતી, જેઓ પણ 5 મહિના સુધી ચાર્જમાં રહી તાલુકામાં સરકારી જમીનો પર ગેરકાયદેસર કબજો કરી બનેલા બિન અધિકૃત જિંગા તળાવ ડિમોલિસનની કામગીરીને લઈને તેમની બદલી કરવામાં આવી હતી.

ત્યારબાદ ફરી વિવાદી મામલતદાર ચૌહાણને ઓલપાડ મામલતદાર કચેરી ખાતે નિમણૂંક કર્યાના ગણતરીના દિવસોમાં તે રિટાયર્ડ થતાં ઓલપાડ મામલતદાર કચેરીનો ચાર્જ ચોર્યાસી મામલતદાર પી.બી સક્સેનાને સોંપવામાં આવ્યો છે. અરબી સમુદ્રનો દરિયા કિનારો સાથે સુરત શહેરને અડીને આવેલા ઓલપાડ તાલુકાની જનતાના મામલતદાર કચેરી ખાતે અનેક મહત્વના કામો સાથે સરકારી કામકાજો હોય છે. 1, 96, 846 લાખની વસ્તી વાળા ઓલપાડ તાલુકામાં સરકારના અનેક વિકાસના કામો સાથે જાહેર જનતાના પણ લોક ઉપયોગી અને જમીનને લગતી તકરારના કેસ સહિત અન્ય કામગીરી પણ મામલતદારને હસ્તક હોય છે.

અન્ય સમાચારો પણ છે...