તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:ઓલપાડ તાલુકા પંચાયતનું 72 કરોડનું બજેટ મંજૂર

ઓલપાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતોના ભવિષ્યનું વિચારી શિક્ષણ, ખેતી અને પશુપાલન ક્ષેત્ર માટે જોગવાઈ

ઓલપાડ તાલુકા પંચાયતમા નિમાયેલા નવા પ્રમુખ સહિત ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં બીજી સામાન્ય સભામાં તાલુકાના ગત વર્ષ સાથે નવા વર્ષનું અંદાજ પત્ર રજુ થવા સાથે સુધારેલું નવું અંદાજ પત્ર મંજૂર કરવામાં આવ્યું હતું.ઓલપાડ તાલુકા પંચાયતનું સને 2020-2021ના વર્ષનું રૂપિયા 66,12,75,000 કરોડનું સુધારેલ તથા સને 2021-2022ના વર્ષનું રૂપિયા 72, 87, 05,000 કરોડનું પુરાનું અંદાજપત્ર તૈયાર કરાયુ હતુ.

જેમાં સ્વભંડોળની કુલ અંદાજીત આવકના 5 ટકા શિક્ષણ ક્ષેત્રે તથા જમીન મહેસૂલની કુલ આવકના 15 ટકા ખેતી અને પશુપાલન ક્ષેત્રે ખર્ચ કરવાની જોગવાઈ સાથે ખેડૂત સાથે મધ્યમવર્ગના બાળકોના ભવિષ્યનું વિચારી અંદાજ પત્રમાં શિક્ષણ, ખેતી અને પશુપાલન ક્ષેત્ર માટે પૂર્તિ જોગવાઈ કરી છે.

2021-2022ના અંદાજપત્રમાં સ્વભંડોળ કુલ રૂપિયા 5, 70, 35, 000 કરોડની અંદાજેલી આવકની સામે સામાન્ય વહીવટ અને સાદીલવાર ક્ષેત્રે રૂપિયા 21,22,000 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 90,000 શિક્ષણક્ષેત્રે 26 લાખ, ખેતી અને પશુપાલન ક્ષેત્રે રૂપિયા 4,05,000 લાખ અને આયુર્વેદ ક્ષેત્રે 1 લાખ આરોગ્ય ક્ષેત્રે 20,000 વિકાસ અને પંચાયત ક્ષેત્રે 1,20,000 લાખ સિંચાઈ અને બાંધકામ ક્ષેત્રે 2 કરોડ અને અન્ય કાર્યો માટે રૂપિયા 3 કરોડ મળી કુલ 5,59,27,000 કરોડ અંદાજીત ખર્ચની જોગવાઈ છે.

સુધારેલા અંદાજપત્રની સ્વભંડોળની બંધ સિલક 6,18,42,764 કરોડ તથા સને વર્ષ 2021-2022ના અંદાજપત્રમા સ્વભંડોળની બંધ સિલક 6,29,50,764 અંદાજેલ છે તથા 2020-2021 વર્ષનું સુધારેલ તથા સને 2021-2021નું અંદાજપત્ર વિકાસને ધ્યાને લઈ બનાવાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો