તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસ સાફ:ઓલપાડ તાલુકો કોંગ્રેસ મુક્ત બન્યો તાલુકા અને જિ. પં.માં ખાતું ન ખુલ્યું

ઓલપાડ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 પૈકી 5 બિનહરીફ, બાકીની 19 પૈકી 18 ભાજપ, 1 અપક્ષ

સ્થાનિક સ્વરાજ્યની વર્ષ 2021 ની ચુંટણી મા ઓલપાડ તાલુકા પંચાયતની 19 બેઠક અને સુરત જિલ્લા પંચાયતની ઓલપાડ તાલુકાની 4 બેઠકો પર મતદાન બાદ થયેલી મત ગણતરીમાં તાલુકામાં કોંગ્રસની તમામ બેઠકો પર કારમી હાર થતાં ઓલપાડ તાલુકો કોંગ્રેસ મુક્ત થયાનો ભાજપે દાવો કર્યો હતો.ઓલપાડ તાલુકામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021માં ઓલપાડ તાલુકા પંચાયતની 24 બેઠક અને સુરત જિલ્લા પંચાયતની ઓલપાડ તાલુકામાં આવતી 5 જિલ્લા પંચાયત બેઠકો પર ઉમેદવારી પત્રક ભરવાની સાથે જિલ્લા પંચાયતની 1 બેઠક સાથે 5 તાલુકા પંચાયત બિનહરીફ થતાં 19 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયત પર ચૂંટણી જંગ ખેલાયો હતો.

બાદ મંગળવારે થયેલી મત ગણતરી દરમિયાન 18 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો, જયારે કીમ-2 પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા. ઓલપાડ તાલુકામા આવતી સુરત જિલ્લા પંચાયતની 4 બેઠકો પર પણ ભાજપે કબજો કર્યો હતો. જયારે ગત ટર્મમાં ઓલપાડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના કબજાવાળી મન્દ્રોઈ, ઓલપાડ અને મુળદ બેઠક પર પણ ભાજપે કબજો કરતા 19 બેઠકો પર કોંગ્રેસની કારમી હાર થતાં ઓલપાડ તાલુકો કોંગ્રેસ મુક્ત થયાનો ઓલપાડ ધારસભ્ય મુકેશ પટેલે દાવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...