તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ઓલપાડ તા. પં.માં પ્રમુખપદ મેળવવા સામાન્ય બેઠક પર બાજી મારવા મથામણ

ઓલપાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકાની 5 બેઠકો અનુસુચી જનજાતિ આવતા બેઠકના સમીકરણો બદલાયા

ઓલપાડ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોના સમીકરણ બદલાવા સાથે ચુંટણી લડવા માટે બિન અનામત સામાન્ય બેઠકો પર રાજકીય પક્ષોના ઉમેદવારો નો રાફડો ફાટતા ચુંટણી જંગ વધુ રોમાંચક બન્યો છે. ત્યારે ઉમેદવારી પત્રક ભરવાના 3 દિવસ બાકી હોય ત્યાં સુધી પણ રાજકીય પક્ષોએ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરતા અનેક બેઠક પર કોકડું ગુચવાયુ છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતની મોડી રાત્રે તમામ બેઠકો પર ઉમેદવારોના નામની યાદી પ્રસિદ્ધ કરી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ઓલપાડ તાલુકા ની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણી દર વખતે રોમાંચક થવા સાથે બનેવ રાજકીય પક્ષ વચે ખરાખરીનો જંગ થતો આવ્યો હોય ત્યારે હાલ ફરી યોજાવા જઈ રહેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંંટણીમાં સુરત જિલ્લા પંચાયતની ઓલપાડ તાલુકાની ૫ બેઠકો અનુસુચી જનજાતિ ને ફાળે જવા સાથે ઓલપાડ તાલુકા પંચાયતની 24 બેઠકો પર પણ સમીકરણો બદલાતા કુલ 24 બેઠકો પૈકી 7 બિન અનામત સામાન્ય 8 સામાન્ય સ્ત્રી 4 અનુસુચી આદિ જાતિ સ્ત્રી 1 અનુસુચી જાતિના ફાળે છે.

જિલ્લા પંચાયતની ઓલપાડ તાલુકાની 5 બેઠકો અનુસુચી જનજાતિ આવતા બેઠક સમીકરણો બદલાતા જિલ્લા પંચાયતના ધુરંધરો ઘર ભેગા થતા હવે તમામની નજર તાલુકા પંચાયત પર અટકી છે. તાલુકા પંચાયતમા પ્રમુખની બેઠક બિન અનામત સામાન્ય આવતા હવે તાલુકા ઓલપાડ તાલુકા પંચાયતમા પમુખ બનવા માટે 7 બિન અનામત સામાન્ય બેઠક પર ચૂંટણી લડવા માટે મોટી સંખ્યામાં લોકોએ દાવેદારી કરી છે. ત્યારે બે રાજકીય પક્ષ સિવાય અહીં અપક્ષ ઉમેદવારો પણ મોટી સંખ્યામાં ઉતરે તેવી હલચલ છે.

તાલુકા પંચાયતના ઉપપ્રમુખની સાયણ-2 બેઠક પર આયાતી ઉમેદવારી
સાયણ-2 બેઠક બિન અનામત સામાન્ય હોય ત્યારે સાયણ વિસ્તાર માંથી ભાજપ પક્ષ માંથી 10 લોકોએ ટીકીટની માંગણી કરી હતી જે પૈકી પક્ષે તાલુકા પંચાયત ઓલપાડની પૂર્ણ થયેલી ટર્મના ઉપ પ્રમુખ ખલીપોર ગામના દીપેશ ડાહ્યાભાઈ પટેલ ની પસંદગી કરતા હવે સાયણ-2 બેઠક પર આયાતી ઉમેદવારને ઉતારવામાં આવતા ચૂંટણી જંગ વધુ રોમાંચક રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો