વરણી:ઓલપાડ સાયણ કિમ નાગરિક મંડળી અને સભાસદોના હિતમાં ફરી વહીવટદાર નિમાયા

ઓલપાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડ મિટિંગ ન બોલાવી વહીવટદારને વિશ્વાસમાં લીધા વિના કામગીરી
  • ચૂંટણી અધિકારીએ રાજીનામુ આપતા ચૂંટણી બાજુ પર રાખી ફરી વહીવટદાર મુકાયા

ઓલપાડ તાલુકાના રાજકારણમાં મહત્વના ગણાતી 4000થી વધુ સભાસદો સાથે વાર્ષિક 100 કરોડનો વહીતવાળી ઘી ઓલપાડ સાયણ કિમ નાગરિક ધિરાણ સહકારી ધિરાણ મંડળી લી માં રીકરીંગ એજન્ટના કૌભાંડ બાદ મંડળીનો કારભાર વહીવટદાર સભ્યોને સોંપતા લાંબા વહીવટને અંતે મંડળી અને સભાસદોના હિતને ધ્યાને લઈને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ફરીવાર નવા વહીવટદાર સભ્યોની નિમણૂંક કરી છે.

ઓલપાડ તાલુકાની ધી ઓલપાડ સાયણ કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળી લી. માં સાયણ વિભાગના ડેઇલી રિકરીંગના એજન્ટ દ્વારા રિકરીંગના 400થી વધુ લોકો પાસે લાખો રૂપિયા ઉઘરાવી મંડળીમાં જમા ન કરાવી ઉચાપત અને છેતરપિંડી કરવાની ઘટનામાં મંડળીએ પોલીસ ફરિયાદ કરતા એજન્ટ અને મેનેજર ને જેલમાં ધકેલવા સાથે લાખોની ઉચાપત છેતરપિંડીની ઘટનામાં જિલ્લા રજિસ્ટ્રારે સરકારી ઓડિટરની નિયુક્તિ કરી મંડળીનો વહીવટની તપાસ કરતા જેતે વખતની વ્યવસ્થાપક સમિતિની લાપરવાહી અને વહીવટી ભૂલ પકડાતા આખી સમિતિને સત્તા પરથી દૂર કરી અંતે વહીવટદારોની નિમણુંક કરવામાં આવી હતી.

સહકારી મંડળીઓમાં પ્રથમ વખત ધી ઓલપાડ સાયણ કિમ સહકારી ધિરાણ મંડળી લીમાં લાંબો સમય સુધી વહીવટદારો થકી વહીવટ કર્યા બાદ આગામી સમયગાળા માટે વ્યવસ્થાપક સમિતિની નિમણૂંક કરવાની બાબતે જિલ્લા રજિસ્ટ્રારે મંડળી અને સભાસદોના હિતને ધ્યાનમાં લઈને ફરી નવા વહીવટી સભ્યોની નિમણુંક કરતો ઓર્ડર કર્યો છે.

મંડળીના પસંદગી પામેલા નવા સભ્ય
દિપક નાનચંદ શાહ, આશીષસિંહ દોલતસિંહ રણા, દિવ્યેશ રામુભાઇ પટેલ કિમ વિભાગ માંથી જયારે સાયણ વિભાગ માંથી ભાવિનભાઈ રમેશભાઈ પટેલ, જેમીનસિંહ દિલીપસિંહ ઠાકોર, દિલીપભાઈ અરવિંદભાઈ ચાવડા અને ઓલપાડ વિભાગમાંથી દિનેશભાઇ રમણભાઈ પટેલ, બાબુલાલ હીરાલાલ જૈન, કમલેશભાઈ ભગવાનભાઇ સોની

અન્ય સમાચારો પણ છે...