કૌભાંડ:લાખોની ઠગાઇ કરનાર ઓલપાડનું દંપતી વધુ 2 દિવસના રિમાન્ડ પર

ઓલપાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્યના નામે વાહનો ખરીદી થર્ડ પાર્ટીને સસ્તામાં વેચી મારવાનું કૌભાંડ

રોકડ રકમના કમિશનની લાલચે ઓળખના પુરાવા મેળવી ગાડીઓ ખરીદી થર્ડ પાર્ટીને વેચી રોકડી કરી અનેક લોકો સાથે છેતરપિંડી કરવાનો વેપલો કરતી આવેલા ભેજાબાજ દંપતી પોલીસની ગીરફતમાં આવતા તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી બહાર આવવા સાથે ઊંડાણ પૂર્વકની તપાસ માટે પોલીસે ફર્ધર રિમાન્ડ માંગતા કોર્ટે વધુ 2 દીવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

ઓલપાડ તાલુકાના નીકીતાબેન મહેશભાઈ દેસાઈ અને તેનો પતી મહેશભાઇ ગેલાભાઇ દેસાઇ આમ દંપતીએ ભેગા મળી ઓલપાડ સાયણ રોડ પર આવેલ શિવાલિક એન્કલેવ ખાતે ઓફીસ બનાવી ગાડી લે-વેચ કરવાનો ધંધો ચાલુ કરી કંપનીની મૂળ કિંમત કરતા ઓછામાં ગાડી વેચાણ કરવાની સ્કીમ બનાવી નિકીતા દેસાઈ અને તેણે ઓફિસમાં કામ અર્થે રાખેલા અન્ય માણસો લોકોનો સંપર્ક કરી ગાડી લેવા માટે તૈયાર કરતા હતા.

જયારે ગાડી ખરીદવા માટે 5000 જેટલું કમિશન આપવાની લાલચે લોકો પાસે તેમના ઓળખના પુરાવા અને બેંક વિગતો મેળવી ગાડી ખરીદી કરી તે ગાડી ભાડે આપી મોટી કમાણી કરી આપવાનું જુઠાણું ચલાવતી હતી.જયારે અન્યના પુરાવાઓ પર તેમના નામે ખરીદી કરેલી ગાડીઓ નિકીતા દેસાઈ અને તેનો પતી મહેશ તથા અન્ય ઇસમો લોકોને ઓછી કીમતે વેચતા આવેલા આટલું જ નહી પણ વેચેલી ગાડીઓ 45 દિવસમાં ત્રાહિત ઇસમોને તેમના નામે કરી આપવાનું પણ કહેવાતું.

આમ ભેજાબાજ દંપતીના ગુનાહિત કૃત્યનો ભોગ બનેલા વિજયભાઈ ગોમાનભાઈ રાઠોડે ઓલપાડ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનાની ગંભીરતા જાની ગુનો નોધી નિકીતા અને મહેશને પકડી પાડી તપાસ અર્થે 3 દિવસના રિમાન્ડ મેળવેલા. ત્યારે રિમાન્ડ દરમિયાન કુલ 20 લોકો સાથે છેતરપિંડી કરી હોવાની કબુલાત કરવા સાથે પોલીસે 10 જેટલા વાહનો રીકવર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...