ઓલપાડ તાલુકાના નરથાણ ગામે ખેતી લાયક જમીનના મહિલા માલિકે હયાતીમાં વહીવટી પાવર આપ્યા બાદ 2016 માં મોત થતાં તે પાવર રદ થયેલ. ત્યારે પાવર રદ થયાનું જાણતા હોવા છતાં પાવરદરોએ પાવરનો દૂર ઉપયોગ કરવા સાથે મરણ ગયેલા જમીન માલિકને જીવિત બતાવી તેમના નામે ખોટા લખાણથી બનાવટી દસ્તાવેજ ઊભા કરી વેચાણ દસ્તાવેજથી જમીન વેચાણ કરવાના ગુનામાં ઓલપાડ પોલીસે પાંચ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઓલપાડ પોલીસ સ્ટેશનમાં રાજુગીરી ગણપતગીરી ગોસાઇ એ નોંધાવેલી ફરિયાદની મુજબ તેમના કાકી કુસુમબેન નટવરગીરી હરીગીરી નું 2016 માં મૃત્યુ થયેલ.
ત્યારે હયાતીમાં કુસુમબેન નટવરગીરીએ નરથાણ ગામ ે રેવન્યુ સર્વે નં.277/1/અ ના રેવન્યુ બ્લોક નં.346 વાળી જમીનનો વહીવટી પાવર ઘનશ્યામભાઇ મીયાણી તથા નિલમબેન મીયાણી ને આપેલ. ત્યારે ફરીયાદીના કાકી કુસુમબેન નટવરગીરી હરીગીરીની હયાતી દરમ્યાન આરોપી ઘનશ્યામ મીયાણી તથા નિલમબેન મીયાણીને આપેલ પાવરઓફ એટર્ની જે કુસુમબેનના અવસાન બાદ રદપાત્ર હોય તેમ છતા સદરહું પાવર ઓફ એટર્નીનો ઘનશ્યામભાઇ મીયાણી તથા નિલમબેન મીયાણી નાઓએ ખરા તરીકે ઉપયોગ કરી જે પાવરને આધારે ફરીયાદી ગણપતગિરિની વડીલો પાર્જીત મોજે નરથાણગામ તા.ઓલપાડ જી.સુરત ખાતે આવેલ રેવન્યુ સર્વે નં.277/1/અના રેવન્યુ બ્લોક નં.346 વાળી જમીનના કુલ ક્ષેત્રફળ પૈકીની મર્હુમ કુસુમબેન નટવરગીરી હરીગીરીના હિસ્સાની અડધા હિસ્સાની 2934 ચો.મી. જમીન અલ્પેશભાઇ મીયાણી તથા
લલીતભાઇ મીયાણી અને જગદીશભાઇ મોતીસરીયાને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નં.7002 તા.22/9/2020 થી તેઓને વેચાણ આપી હતી. જ્યારે મરણ ગયેલ કુસુમબેન નટવરગીરી હરીગીરીએ રજીસ્ટર વેચાણ દસ્તાવેજની નોધણી પહેલા સને-2016 માં મરણ ગયેલ હોવા છતા રજીસ્ટર વેચાણ દસ્તાવેજમાં તેઓ હયાત હોવાની ખોટી હકીકત દર્શાવી ખોટા લખાણો સાથે ખોટો બનાવાટી દસ્તાવેજ ઉભો કરી જેનો ખરા તરીકે ઉપયોગ કરી આટલું નહિ હોય ત્યાં સબ રજીસ્ટ્રાર રૂબરૂ ખોટા જવાબ આપી તથા ખોટુ સોગદંનામુ રજુ કરી જમીન વેચી નાખવાનો ગંભીર પ્રકારનો ગુનો કરવામાં ઓલપાડ પોલીસે ઘનશ્યામભાઇ મીયાણી , નિલમબેન વિઠ્ઠલભાઇ મીયાણી, અલ્પેશભાઇ મીયાણી , લલીતભાઇ મીયાણી , જગદીશભાઇ મોતીસરીયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.