તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ડાંગરનું ધરૂવાડિયુ તૈયાર કરવાનો હાલમાં શ્રેષ્ઠ સમય છેઃ કૃષિ વૈજ્ઞાનિક સુનિલ ત્રિવેદી

ઓલપાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડમાં ‘ડાંગરની ખેતી અને પાક સંરક્ષણ’ અંગે તાલીમ

દક્ષિણ ગુજરાતમાં ખરીફ ઋતુમાં મુખ્ય પાક એવા ડાંગરની ખૂબ મોટાપાયે ખેતી થાય છે. ફેરરોપણી આધારિત ડાંગરની ખેતીમાં સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો અગ્રેસર છે. ડાંગરની ખેતીમાં મુખ્ય ઘટક એવા ડાંગરનું ધરૂવાડિયુ તૈયાર કરવાનો હાલમાં ખૂબ જ યોગ્ય સમય છે. ડાંગરનું ધરૂ તૈયાર થયા પછી સમયસરની ફેરરોપણી જુલાઈ માસના પ્રથમ પખવાડિયામાં થતી હોય છે. ડાંગરની નફાકારક ખેતી માટે સમયસર કરવાના થતાં ખેતી કાર્યો અને પાક સંરક્ષણના પગલાઓ ખૂબજ અગત્યનો ભાગ ભજવે છે.

નવસારી કૃષિ યુનિ.સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ તાલુકાના બરબોધન ગામે ખેડૂતોને માહિતગાર કરવા માટે ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને ડાંગરમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ વિષય ઉપર ખેડુત તાલીમ શિબિર યોજાઈ હતી. આ વેળાએ મુખ્ય અતિથિ તરીકે બરબોધન ગામના વતની અને માજી ધારાસભ્ય ધનસુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જનકસિંહ રાઠોડે કૃષિ વિજ્ઞાનની વિવિધ પ્રવૃત્તિઓની તથા કૃષિ યુનિ.ના ઉત્પાદિત બાયોફર્ટીલાઈઝર્સ, નોવેલના ઉપયોગની વિગતો આપી હતી.

વૈજ્ઞાનિક સુનિલ ત્રિવેદીએ ડાંગરના ધરૂવાડિયું તૈયાર કરવા, ડાંગરની જાતો, ખાતર, નિદામણ અંગેની તથા રાકેશભાઈ પટેલ જીવાત નિયંત્રણની વિગતો આપી હતી. કૃષિ વિજ્ઞાન કન્દ્ર સુરત ખાતે જિલ્લા કૃષિ હવામાન એકમ કાર્યરત છે. જે અંતર્ગત પ્રોફેસર અભિનવ પટેલ હવામાનની આગોતરી જાણકારી મેળવવી અને તેની ખેતીપાકોમાં લેવામાં પગલાઓથી ખેડુતોને માહિતગાર કર્યા હતા. આ વેળાએ બરબોધન તથા આસપાસના ખેડૂતોએ બહોળી સંખ્યામાં તાલીમ શિબરનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...