કાર્યવાહી:ઓલપાડ તાલુકામાં એક દિવસમાં 8 લાખથી વધુનો દારૂ પકડાયો

ઓલપાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરિયાની સીમમાં વિનાયક એન્કલેવમાંથી ઓલપાડ પોલીસે 7,09,200 રૂપિયા અને ગ્રામ્ય એલ.સી.બી એ પિંજરત ગામથી જુદી જુદી બે રેડમાં 1.08 લાખનો દારૂ પકડાયો

ઓલપાડ તાલુકામાં વિદેશી દારૂનો વેપલો કરતા આવેલા બુટલેગરો ફરીવાર સક્રિય થતા મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરવાની સ્થાનિક પોલીસ સાથે ગ્રામ્ય એલ.સી.બી ને મળેલી માહિતીને આધારે રેડ કરતા મંગળવારે જુદી જુદી 3 રેડ માં 8 લાખથી વધુનો દારૂ પકડાયો હતો.

પરિયા ગામની સીમમાં વિનાયક એન્ક્વેલ ખાતે દારૂ ની ડીલેવરી થઈ હોવાની સાયણ ચોકીના હેડ કોન્સ્ટેબલ નિતેશ ભાણાભાઈ પણદા માહિતી મળતા તેમણે રેડ કરી હતી. ઘટના સ્થળે બાઇક નંબર GJ-05, LS-3422 મુકેલી હતી. ત્યા નજીક આવેલું મકાન ખુલ્લું હોય જેમાં તપાસ કરતા પોલીસને દારૂ મળ્યો હતો .

પોલીસે રેડ દરમિયાન 3708 નંગ દારૂની બોટલ કીમત 7,09,200 નો મુદ્દામાલ તથા બાઇક ની કીમત રૂ 20,000 કબજે લઈ તપાસ કરતા સદર બાઈક ભાવિકકુમાર રમેશભાઈ પટેલ રહે નીશાળ ફળિયું આડમોર લવાછા ની હોવાનં નોધાયું હતું. જયારે દારૂનો મંગાવનાર અને મોકલનાર બુટલેગરોના નામ ઠામની ખબર ન પડતા પોલીસે બાઇક ચાલક અને દારૂ મંગાવનાર અને મોકલનાર મળી 3 વિરૂદ્ધ ગુનો નોધી તપાસ હાથધરી હતી.

જયારે ગ્રામ્ય એલ.સી.બી ની ટીમે પણ પિંજરત રાંગ ગામ મહાદેવ ફળીયામાં દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીને આધારે રેડ કરતા બીયરની 392 નંગ બોટલ કીમત રૂપિયા 57,050 તથા મોબાઈલ નંગ મળી કુલ 58050નના મુદામાલ સાથે પ્રકાશ ઉર્ફે નાનલો નરોતમભાઈ પટેલ રહે પિંજરત રાંગ ગામ ને ઝડપી પાડેલો જયારે દારૂ ની ડીલેવરી કરનાર બ્રિજેશ ઉર્ફે ગોબો વિનોદ પટેલ અને અક્ષય રમેશભાઈ પટેલ બનેવ રહે પિંજરત રાંગ ગામ આ બનેવને વોન્ટેડ જાહેર કર્યા હતા.

જયારે પિંજરત રાંગ ફરિયામાં રહેતો બુટલેગર સુભાષ હરજીવનભાઈ પટેલ પણ તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી વેપલો કરતો હોવાની માહિતી મળતા એલ.સી.બી એ તેના ઘરે રેડ કરી 51650 નો વિદેશી દારૂનો જથ્થો અને 1 મોબાઈલ ફોન જેની કીમત રૂપિયા 5000 મળી 56650 નો મુદ્દામાલ સાથે સુભાષ પટેલને પકડી પાડી તેને દારૂ આપનાર બ્રિજેશ ઉર્ફે ગોબો વિનોદ પટેલને પકડી ગુનો નોધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...