તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂમાફિયાઓનું જિંગાલાલા:ઓલપાડના સોંદલાખારામાં 254 હેકટર સરકારી જમીનમાં ગેરકાયદે બનેલા 200થી વધુ જિંગા તળાવો

ઓલપાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અરબી સમુદ્રને જોડતી સેના ખાડી જે સોંદલાખારા સહિતના ગામોથી ઓલપાડ ટાઉન પહોચે છે. સોંદલાખારામાં બ્લોક નંબર 579 પૈકી 1, 581, 585 પૈકી 1 અને 2 વાળી 254 હેકટર સરકારી જમીનમાં કબ્જો કરી ગેરકાયદે જિંગા તળાવ બનાવનાર લેન્ડ ગ્રેબરોએ સેના ખાડીમાં પણ દબાણ કરીને 200 ગેરકાયદે જિંગા તળાવો બનાવતા ખાડીમાં વરસાદી પાણીનો નિકાલ નહી થતા, અહીંના ગામોમાં ચોમાસામા પુરની પરિસ્થતિ સર્જાવાની વાત ગ્રીન ટ્રિબ્યુનલમા થયેલી ફરિયાદ ગંભીરતાથી લેવાઈ છે.

દિવ્ય ભાસ્કર પાસે પહેલી તસવીર છે, જેમાં સોંદલાખારા ગામે 254 હેકટર સરકારી જમીનમાં 200થી વધુ ગેરકાયદે જિંગા તળાવો અને અરબી સમુદ્રને મળતી સેના ખાડી પર દબાણ સ્પષ્ટ દેખાઈ છે. સોંદલાખારાની સરકારી જમીનમાં સરપંચથી લઈને રાજકારણીઓના સગા સંબંધીના ગેરકાયદે જિંગા તળાવો હોવાની નામ જોગ માહિતી પણ અધિકારીઓને આપી છે. લેન્ડ ગ્રેબરો તળાવના વેપલામાં જમીન સરકારી પાણી સરકારી અને કરોડોની કમાણી પોતાની એવું કરી રહ્યા છે.

અંતે ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરિયાદ
ખાડી પર દબાણ સાથે સરકારી જમીન પર કબજો કરી બનાવેલા જિંગા તળાવો દૂર કરવા મામલદારથી લઈ મુખ્યમંત્રી અનેે હાઇકોર્ટમાં ફરિયાદ કરી છતાં કામગીરી ન થતા અંતે ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરિયાદ કરતા તંત્ર જાગ્યું છે. > વસંત પટેલ, આગેવાન

1990માં સેના ખાડીનું સમુદ્ર કાંઠે મુખ 2 કિમી પહોળું હતું, હાલ 200મીટર

07 : ગામોને ખાડીના દબાણના કારણે ચોમાસામાં પૂર જેવી સ્થિતિ

6000 : હેક્ટર સરકારી જમીન

4000 : હેક્ટર ગેરકાયદે જિંગા તળાવ

3000 : કરોડ અંદાજીત વાર્ષિક આવક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો