તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લગ્નના જમણવારમાં 100થી વધુ લોકો ભેગા થતા કાર્યવાહી

ઓલપાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કઠોદરાની ઘટનામાં વરરાજાના પિતા સામે ગુનો નોંધાયો

કોરોના કાળ વચ્ચે કઠોદરા ખાતે પુત્રના લગ્નના જમણવારમાં તંત્રની મંજૂરી વિના 100થી વધુ લોકોને એકત્રિત કરતા પોલીસે વરરાજાના પિતા સામે ગુનો નોધી કાર્યવાહી કરી હતી.

કોરોના મહામારીને લઇ લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકોને એકત્ર ન કરવા સાથે પ્રસંગ કરવા માટે સરકારની ગાઈડલાઈનું પાલન કરી સ્થાનિક કચેરીએથી કાયદેસરની મંજૂરી મેળવવાની થાય છે. ત્યારે કામરેજ તાલુકાના કઠોદરા ગામ નવો કોળીવાડમાં રહેતા અશોકભાઈ ડાહ્યાભાઈ ઈડરિયાનો પુત્ર મનીષના 7 ડિસેમ્બરના રોજ લગ્ન હોય, જેથી તેમણે 6 ડિસેમ્બરની સાંજે 5 કલાકે પોતાના ઘરે ભોજન સમારંભનું આયોજન કર્યુ હતુ, જે પ્રસંગે તેમણે 100થી વધુ લોકોને બોલાવી રાજ્ય ગૃહ વિભાગના જાહેરનામાનો ભંગ કરી પ્રસંગ કર્યાનું કામરેજ પોલીસને મળેલી માહિતીના આધારે તેમણે પોતાના સ્ટાફ સાથે અશોકભાઈ ડાહ્યાભાઈ ઈડરિયાના ઘરે પહોંચી કોઈ મંજૂરી ન મેળવવા સાથે 100થી વધુ લોકોએ જમણવાર પ્રસંગે ભેગા કર્યા હોવાનું જોવા મળ્યુ હતુ. લગ્ન પ્રસંગના ભોજન સમાંરભનું આયોજન કરવા માટે સક્ષમ અધિકારીની મંજૂરી મેળવ્યા વિના લોકોને આમંત્રિત કરી સોશિયલ ડિસ્ટન્સ નહી જાળવી ગૃહ વિભાગના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે ગુનો નોધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો