કોરોના સંક્રમિત:ઓલપાડની 10થી વધુ સરકારી પ્રા. શાળાના શિક્ષકો સંક્રમિત

ઓલપાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અઠવાડીયાથી શિક્ષકો સંક્રમિત હોવા છતાં ગંભીરતા ન દાખવી

સુરત ગ્રામ્ય સહિત ઓલપાડ તાલુકામાં કોરોના મહામારીએ જોર પકડતા કેસોમાં નોંધપાત્ર વધારો થવા સાથે સાવચેતી પૂર્વ શિક્ષણ કાર્ય કરવાની વાત કરતા ઓલપાડ તાલુકાની 10થી વધુ સરકારી પ્રાથમિક શિક્ષકો કોરોના સંક્રમિત થવાની ચોકાવનારી માહિતી સામે આવતા શિક્ષણ અને આરોગ્ય અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે. સાથે બે દિવસ પહેલા એટલે ગત અઠવાડિયામાં શાળામાં અભ્યાસ અર્થે આવેલા બાળકોના સ્વાસ્થ્ય પર મોત ખતરો ઉભો કર્યો છે.

એક તરફ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રા. શાળાઓમાં બાળકોને અભ્યાસ અર્થે બોલાવવામાં વાલીની મંજૂરી લેવા સહિતના નિયમો બનાવી કોરોના સંક્રમણ ફેલાવતા અટકાવવા સાથે નીરોગી શિક્ષણ કાર્ય કરાવવાની વાત કરે છે. ત્યારે ખુદ શિક્ષણ વિભાગના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો ખુદ કોરોના ફેલાવતા હોવાની ઓલપાડની 10 સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો સંક્રમિત થવાની બાબતે નોધાયું છે.

ઓલપાડમાં સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ પૈકીની માસમાં, ડભારી, મોર, દાંડી, માધર, ધનસેર સહિતની અન્ય શાળાઓના શિક્ષકો કોરોના સંક્રમિત થયાનું નોધાયું છે. રાજ્ય સરકારે બે દિવસથી શાળાઓમાં ધોરણ 1થી 9 ના વિદ્યાર્થીઓને રજા આપી છે, પરંતુ ઓલપાડની માસમાં, ડભારી,મોર, દાંડી, માધર, ધનસેર સહિતની અન્ય શાળાના શિક્ષકો અઠવાડિયાથી સંક્રમિત થવા છતાં તે સ્કૂલોમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હોવાનું કેહવાય છે. ત્યારે શાળાઓમાં અભ્યાસ અર્થે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના માસુમ બાળકોના સ્વસ્થ પર કોરોનાનો મોટો ખતરો ઉભો કર્યો છે.

અઠવાડીયાથી શિક્ષકો સંક્રમિત થવાનું ચાલતું હોવા છતાં તાલુકા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગે પણ ગંભીરતા ન લેવાની વાતે અધિકારીઓની ઘોર બેદરકારી કહો કે પછી નફફટાઈ સામે આવી છે, જયારે આટલી મોટી સંખ્યામાં શિક્ષકો સંક્રમિત થવાની વાત બહાર આવતા માસુમ બાળકોને લઈને તેમના વાલીઓ ચિંતિત થયા છે ત્યારે સાવચેતીના ભાગરૂપે શાળાના બાળકોના સ્વાસ્થની પ્રાથમિક તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...