જાગૃતિ:ઓલપાડનું મોર ગામ જ્યાં 98% વડીલોએ કોરોના વેક્સીન લીધી

ઓલપાડ4 મહિનો પહેલાલેખક: દિલીપ ચાવડા
  • કૉપી લિંક
  • 45 વર્ષથી ઉપરના ગામના 926માંથી માત્ર 15 લોકોને જ વેક્સીન લેવાની બાકી

કોરોના વિરોધી વેકસીન વધુમાં વધુ લોકો લે તેમાટે સરકાર ઝડપથી કામગીરી કરાવી રહી છે. ત્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં એક માત્ર ઓલપાડ તાલુકાના કાંઠાના મોર ગામની કુલ વસ્તીના 98 % લોકોએ વેકસીનેસન કરાવી દાખલો બેસાડ્યો છે.

એક તરફ વેક્સીનેશન ને લઇ અનેક અફવા ઓ ગુજરાત આખા માં ફેલાઈ છે. મુખ્યત્વે આદિવાસી અને પછાત વિસ્તર માં વેક્સીન ને લઇ લોકો વચ્ચે અનેક સમજ ગેરસમજ વર્તાઈ રહી છે. ત્યારે ઓલપાડ તાલુકા ના છેવાડે દરિયાકિનારે આવેલુ મોર ગામ માં ૪૫ વર્ષ ની વધુ વયના 98 % લોકોએ વેક્સીનેસન કરાવ્યું છે. 3000 થી વધુ ની વસ્તી ધરાવતા મોર ગામ માં 926 લોકો 45 વર્ષથી ઉપરના છે જે પૈકીના 915 લોકો નું રસી કરણ થઇ ચુક્યું છે, અને હવે માત્ર 15 લોકો જ બાકી રહ્યા છે.

આ બાબતે મેડિકલ ઓફિસર અલ્પાબેન જોશીના જણાવ્યા મુજબ પહેલા મોર ગામમાં રસીને લઇ અનેક ગેરમાન્યતાઓ લોકોમાં હતી. લોકો રસી લેવા માટે ડરી રહ્યા હતા, પરંતુ આરોગ્ય વિભાગ અને પંચાયતની મહેનતથી આજે 98 % રસીકરણ થઇ શક્યું છે.

રસીકરણ સફળ બનાવવા યુવાનોનો સિંહ ફાળો
રસિકરણની ખોટી માન્યતા દૂર કરવા ગામના યુવાનોએ ઘરે ઘરે જઈ વડીલોને સમજાવ્યા હતા કે કોરોના મહામારીનો એક માત્ર વિકલ્પ રસીકરણ છે. પહેલા 45 વર્ષ થી વધુ ઉમર ના લોકોને રસી લેવા પ્રોત્સાહિત કરાયા હતા, અને હવે જયારે 18 થી 44 વર્ષના માટે રસીકરણ શરુ થયું છે. યુવાનો જાતે રસી લેવા ઉત્સાહિત દેખાડી રહ્યા છે. > રાજેશ પટેલ, સરપંચ

અન્ય સમાચારો પણ છે...