તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર્વત્રિક મહેર:સુરત જિલ્લામાં મેઘાનું વિધિવત મંડાણ, ચાર્યાસી તાલુકામાં 5 ઇંચ

ઓલપાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કડોદરા બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાતાં JCB વડે નિકાલ - Divya Bhaskar
કડોદરા બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાતાં JCB વડે નિકાલ
  • માંડવીને છોડી તમામ તાલુકામાં મેઘરાજાની દસ્તક

સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ગુરૂવારની મોડીરાત્રે મેહુલિયાએ પ્રવેશ કરતા શુક્રવારે મહત્તમ તાલુકામાં મેઘરાજાએ એન્ટ્રી લઈ લીધી છે.જેના પગલે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સૌથી વધુ 123 મિ.મી.અને ઓલપાડમાં 95 મિ.મી વરસાદ નોંધાયો છે. જયારે જંગલ વિસ્તારના માંડવી તાલુકામાં નહીંવત વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

વિગત મુજબ દ.ગુ.સહિત સુરત જિલ્લામાં શુક્રવારની વહેલી સવારથી જ વરસાદનું આગમન થતા મોટાભાગના તાલુકામાં મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રી લીધી હતી.જેના પગલે વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો વિધિગત ચોમાસું બેસી જતા આનંદ વિભોર બન્યા છે.જયારે આમ જનતાને પણ ગરમી બફારાથી છુટકારો મળતા તેઓએ રાહતનો દમ લીધો છે.

જિલ્લા ફલ્ડ કંટ્રોલના આંકડા મુજબ આજે શુક્રવારે વહેલી સવારે 6.00 વાગ્યાથી સાંજના 4.00 વાગ્યા સુઘી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સૌથી વધુ 123 મિ.મી.એટલે કે પાંચ ઈચ જેટલો વરસાદ, ઓલપાડમાં 95 મિ.મી.,સુરત સીટીમાં 87 મિ.મી.,કામરેજમાં 39 મિ.મી.,પલસાણામાં 30 મિ.મી.,ઉમરપાડામાં 40 મિ.મી., બારડોલીમાં 15 મિ.મી., માંગરોળમાં 16 મિ.મી., મહુવામાં 7 મિ.મી.તથા માંડવી તાલુકામાં નહીંવત વરસાદ નોંધાયો હતો, જયારે રાહત કમિશનરની સુચના અનુસાર આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે સાવચેતીના પગલાંઓ લેવા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તંત્રને સૂચના આપવામાં આવી છે.

સવારે 6 થી રાત્રે 8 સુધીનો વરસાદ
બારડોલી17
ચોર્યાસી124
કામરેજ41
મહુવા13
માંડવી0
માંગરોળ16
ઓલપાડ95
પલસાણા27
ઉમરપાડા40

​​​​​​​

5 દિવસ જિલ્લામાં વરસાદની આગાહી
દ.ગુજરાતમાં નેઋૃત્વ ચોમાસાનું આગમન 10મી જૂનના રોજ થઈ ગયું હતું. જેેને લઇ સુરત જિલ્લામાં આવનારા પાંચ દિવસમાં વરસાદ મધ્યમથી હળવા વરસાદ પડવાની શક્યતા જિલ્લા કૃષિ હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...