બેઠક:ડિસેમ્બરમાં ચૂંટણી માટે ઓલપાડ તાલુકાની વિવિધ પંચાયતોના સરપંચોની બેઠક જાહેર

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લા કલેક્ટરે સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ કરતા ગ્રામ્ય પંચાયતી રાજકારણમાં ગરમાટો

સુરત જિલ્લા કલેકટરે ઓલપાડ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતના સરપંચોના હોદ્દા માટે રોસ્ટર પ્રથા મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરતા તાલુકાના પંચાયતી રાજકારણમાં ગરમાટો આવ્યો છે. જોકે તાલુકાની મહત્વની ઓલપાડ ગૃપ અને સાયણ સરપંચની બેઠક સામાન્ય (બીન અનામત) જ્ઞાતિની સ્ત્રીઓ માટે અનામત જાહેર થઈ છે, જયારે કીમ ગ્રા.પં.ની સીટ બક્ષીપંચ જ્ઞાતિ માટે અનામત જાહેર થઈ છે, જેના પગલે ત્રણે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી લડવા ઇચ્છતા બિન પછાત જ્ઞાતિના પુરૂષ મુરતિયાઓની મંચ્છા પર પાણી ફરી વળતા તેઓમાં નારાજગી જોવા મળી રહી છે.

આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે સોમવારે મોડી સાંજે ગ્રા. પં. ના સરપંચોની જ્ઞાતિ મુજબની બેઠકનો ગંજીપો ચિપ્યો હતો. જિલ્લા કલેકટરે ઓલપાડ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતના સરપંચોની અનુ.જાતિ, અનુ. આદિજાતિ, બક્ષીપંચ અને બીન અનામત જ્ઞાતિની સ્ત્રીઓ અને પુરૂષ માટે બેઠકો જાહેર કરી હતી.

જે પૈકી કુલ 4 ગ્રામ પંચાયતો અનુ. જાતિ ના ઉમેદવારો માટે, 22 ગ્રામ પંચાયતો અનુ. આદિજાતિના ઉમેદવારો માટે,9 ગ્રામ પંચાયતો બક્ષીપંચ જ્ઞાતિ માટે તથા 57 ગ્રામ પંચાયતો બિન અનામત સામાન્ય બેઠક જાહેર કરવામાં આવી છે.

રોસ્ટર મુજબ જાહેર થયેલી ગ્રામ પંચાયત સરપંચની બેઠક

  • અનુ.જાતિ જ્ઞાતિ(SC)ની સ્ત્રી ઉમેદવાર માટે અનામત સીટ : નરથાણ અને એરથાણ ગ્રામ પંચાયત
  • અનુ.જાતિ જ્ઞાતિ(SC)ના ઉમેદવારો માટે અનામત સીટ : મંદરોઈ અને અણીતા ગ્રામ પંચાયત
  • અનુ.આદિજાતિ(ST) જ્ઞાતિની સ્ત્રી ઉમેદવાર માટે અનામત સીટ: કાસલાખુર્દ ગૃપ, જીણોદ, મોર, તેના, ભગવા, લવાછા, કપાસી ગૃપ, આડમોર, ભાંડુત, કુંકણી અને દાંડી ગ્રામ પંચાયત
  • અનુ.આદિજાતિ(ST)જ્ઞાતિના ઉમેદવારો માટે અનામત સીટ સ્યાદલા, ભારૂંડી, ઓભલા ગૃપ, જોથાણ, પારડી કોબા, માધર, સિથાણ, ભટગામ, સીમલથું અને રાજનગર ગ્રામ પંચાયત.
  • સા.શૈ.પછાત જ્ઞાતિ (બક્ષીપંચ)ની સ્ત્રી ઉમેદવાર માટે અનામત સીટ : કંથરાજ, કન્યાસી, કરમલા અને કરંજ ગૃપ ગ્રામ પંચાયત
  • સા.શૈ.પછાત જ્ઞાતિ (બક્ષીપંચ)ના ઉમેદવારો માટે અનામત સીટ: કીમ, કોબા ગૃપ, કુડસદ, કુંભારી અને કુદિયાણા ગ્રામ પંચાયત
  • સામાન્ય જ્ઞાતિ(બિનઅનામત)ની સ્ત્રી ઉમેદવાર માટે અનામત સીટ : અછારણ, અસનાડ, છીણી, દેલાડ, દેલાસા, ગોલા ગૃપ, સેગવા ગૃપ, કદરામા, સેલુત, સોંદામીઠા, સોંદલાખારા, સોંસક, ટકારમા, તળાદ, ટુંડા, ઉમરાછી, વડોદ, વડોલી, વિહારા, વેલુક, કોસમ, માસમા ગૃપ, મિરજાપોર, નઘોઈ, ઓલપાડ ગૃપ, પિંજરત, સરોલી, સરસાણા અને સાયણ ગ્રામ પંચાયત
  • સામાન્ય જ્ઞાતિ(બિનઅનામત)ઉમેદવારો માટે અનામત સીટ : અંભેટા, અરિયાણા, અટોદરા, બલક્સ, બરબોધન, ભાદોલ, દિહેણ, હાથીસા, ઈશનપોર, કમરોલી, કનાદ(કનાજ), કારેલી, કસાદ, કઠોદરા, ખલીપોર, મીંઢી, ખોસાડિયા, કીમામલી, મોરથાણ, મૂળદ, ઓરમા ગૃપ, પારડી ભાદોલી ગૃપ, પારડી ઝાંખરી, પરિયા, સાંધીએર, સરસ, શેરડી, સિવાણ ગ્રા.પં.
અન્ય સમાચારો પણ છે...