કાંઠાના ગામોમાં સરકારી જમીન પર બનેલા ગેરકાયદે જિંગા તળાવો ડિમોલીશન કરવા સાથે જવાબદાર જિંગા તળાવ માફિયાઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુનો નોધવાની અધિકારીઓએ તજવીજ હાથ ધરી છે. એક તળાવ તોડવાનો ખર્ચ અંદાજે 2 લાખ થાય છે તો તાલુકામાં 4000થી વધુ ગેરકાયદે જિંગા તળાવો છે.
તેનો ખર્ચ 80 કરોડનો અંદાજ મૂકી શકાય. ગુરૂવારે સવારથી ઓલપાડ મામલતદાર કચેરીના અધિકારોની એક ટીમ 4 જેસીબી સાથે મન્દ્રોઈ પહોંચી બ્લોક નંબર 408 વાળી સરકારી જમીન પર બનેલા ગેરકાયદે જિંગા તળાવનું ડિમોલીશન હાથ ધરતા ગુરુ અને શુક્રવાર મળી 2 દિવસમાં માત્ર 10 જેટલા તળાવો જમીનદોસ્ત કરાયા હતા. ઓલપાડ મામલતદાર અતીરેગ ચાપલોતના કહેવા મુજબ મન્દ્રોઈ ગામે સરકારી જમીનમાં ૫૦૦થી વધુ ગેરકાયદે જિંગા તળાવો હોય જે એક સાથે જમીન દોસ્ત કરવા મુશ્કેલ હોવાથી આગામી ૨ ફેબ્રુવારી સુધી મન્દ્રોઈ ડિમોલીશન કામગીરી અશક્ય છે.
ડિમોલિશન ખર્ચ તળાવ બનાવનાર પાસે વસૂલાશે
એક જિંગા તળાવની ચાર દીવાલ 1000થી 1500 ફૂટ લાંબી ચારેય દીવાલ 20 ફૂટ ઊંચી અને 25 ફૂટ જાડાઈ ધરાવે છે. એક તળાવ જમીન દોસ્ત કરવા તળાવ દીઠ 4 JCB , 2 ડોજર અને 2 હિટાચી કામે લગાડીએ તો એક આખો દિવસ લાગે. સરકારના કરોડોનો ખર્ચ કરવા કરતા ફોજદારી કે લેન્ડ ગ્રેબિંગના ગુનાની અસર વધારે પડે તેમ છે. ત્યારે જે વ્યક્તિએ જિંગા તળાવ બનાવ્યા છે. તેનું નામ સામે આવતા ડિમોલિશનનો તમામ ખર્ચ તેમની પાસે વસૂલ કરવામાં આવશે અને આ કામગીરીની કાયદાકીય જોગવાઈ પણ છે. - અતિરેગ ચપલોટ, મામલતદાર, ઓલપાડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.