તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાસ્ટેગ ફરજિયાત:1 જાન્યુ.થી ફરજિયાત ફાસ્ટેગ, નવીપારડી ટોલનાકા પર IRBએ બોર્ડ લગાવી દીધા

ઓલપાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નવી પારડી ગામે ટોલનાકા પર IRB એ ફાસ્ટેગ ફરજિયાતના બોર્ડ લગાવ્યા. - Divya Bhaskar
નવી પારડી ગામે ટોલનાકા પર IRB એ ફાસ્ટેગ ફરજિયાતના બોર્ડ લગાવ્યા.
 • સ્થાનિકોએ ટોલ પ્લાઝા પર RC બુક જમા કરાવી ફોર્મ ભરવું પડશે

નેશનલ હાઇવેના ટોલનાકા પર ફાસ્ટેગ ફરજિયાત કરવાના નિર્ણય સાથે કામરેજ તાલુકાના નવી પારડી ટોલનાકા પર IRB એ લોકોને માહિતી આપતા બોર્ડ લગાવી કામગીરી હાથ ધરી હોવાનું જોવા મળ્યું છે.કામરેજ તાલુકાના નવી પારડી ગામે IRBના ટોલ નાકા પર સ્થાનિકોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવા બાબતે અગાઉ ના કર સમિતિએ સ્થાનિક પંચાયતો અને સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી ચલાવેલી લડતમાં સફળતા મળી હતી. ફરીવાર નવીપારડી ટોલનાકા પર ફાસ્ટેગ ફરજિયાત કરી સ્થાનિકો પાસે ટોલટેક્ષ વસૂલી લુંટ ચલાવવાનો પ્લાન બનાવી IRBએ ટોલ બુથ પર 1 જાન્યુવારીથી ફરજિયાત ફાસ્ટેગના બોર્ડ લગાવી દીધા છે. સ્થાનિકોએ ટોલ પ્લાઝા ઓફિસે ગાડીનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે માટે ગાડીની RC બુક તેમજ આધાર કાર્ડ તથા લાઈસન્સની સહિતના કાગળો જમા કરાવી ફોર્મ ભરવાનું રહેશે. IRB દ્વારા ફાસ્ટેગ સાથે સ્થાનિકો પોતાના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવાની સુચના આપી છે. ત્યારે આ બાબતે પણ સ્થાનિકોને હેરાનગતી કરવા જેવું થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો