તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતની હાલત દયનિય:કોરોનાની મહામારી અને ગરમીનો પારો ઉંચો જતાં માધુરીનો પાક બગડ્યો

ઓલપાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉનાળામાં ઠંડક આપતું સ્વદેશી ફળ માધુરીની ઓલપાડ તાલુકાના ગામોમાં મોટા પાયે ખેતી કરવામાં આવી છે

સુરત ગ્રામ્યમાં ઓલપાડ તાલુકાના ગામોમાં ઉનાળાની ઋતુમાં ઠંડક આપતું સ્વદેશી ફળ માધુરીની મોટા પાયે ખેતી કરવામાં આવી છે. ત્યારે એક તરફ મહામારીને લઈને બજાર માંગ નીચી સાથે ઉનાળાની સતત વધતી ગરમીએ ખેતરમાં તૈયાર થયેલો પાક ખરાબ થતા ખેડૂતોએ માથે હાથ દેવાનો વાળો આવ્યો છે.

ઓલપાડ તાલુકાના ગામોમાં ખેડૂતોએ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સ્વદેશી ફળ માધુરીની મોટા પાયે ખેતી કરી છે. ત્યારે મબલખ પાક તૈયાર થતા ઊંચો ભાવ મળવાની આશ બાંધીને બેઠેલા ખેડૂતો ને એક તરફ કોરોના મહામારીથી બજાર માંગ નીચી જવા સાથે એ.પી.એમ.સીમાં વેપારીઓએ ખરીદી બંધ કરી છે. ત્યાં જ સતત 15 દિવસથી ઉનાળાની ગરમીનો પારો ઉંચો જતા ખેતરમાં તૈયાર થયેલ માધુરીનો પાક બગડતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.

હાલ ખેતરોમાં પાક તૈયાર છે ત્યારે બજારમાં વેપારી દ્વારા ખરીદી ન કરતા પાક ભેગો થવાની સાથે જ છેલ્લા 15 દિવસથી ઉનાળાની ગરમીનો પારો ઉંચો જવાથી ખેતરોમાં તૈયાર થયેલો પાક બગડી રહ્યો છે ત્યારે પાક બચાવી લેવા સાથે નુકસાનીથી બચવાની વાતે ખેડૂતો માધુરીનુ બજારમાં છૂટક વેચાણ ચાલુ કરતા માધુરીના પાકની આવક બમણી થવાથી છૂટકમાં વેચાણ કરવામાં મુશ્કેલી પડા સાથે પોષણ ક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ મોટી આર્થિક નુકસાની થવાની સહન કરવાની તૈયારી કરી લીધી છે.

ઉનાળાના ટૂંકા સમય ગાળામાં તૈયાર થતી અને સારી કમાણી કરી આપતી માધુરીની ખેતી કરતા સીથાણના ખેડૂત રમેશભાઈ સોલંકીએ 15 વીઘા જમીનમાં પાક બનાવ્યો છે. હાલ તેમના ખેતરમાં પાક તૈયાર હોય રોજનો 100 મણથી વધુ પાક ઉતરે છે.

રમેશભાઈના જણાવ્યા મુજબ માધુરી એ.પી.એમ.સી માર્કેટમાં લઈ જઇને વેપારીઓને છે. આટલું જ નહી પણ અનેક નાના મોટા વેપારીઓ તેમના ખેતર આવીને પણ ખરીદી કરી કરી જાય છે માધુરીના પાકમાં ગત વર્ષે ઉંચો ભાવ રહેવા સાથે મોટો ફાયદો થતા આ વર્ષે થોડી વધુ ખેતી કરી ત્યારે વેપારીઓએ ખરીદી ન કરવા સાથે છૂટક બજારમાં પાકની આવક થતા ભાવ નથી મળી રહ્યા પણ અતિશય ગરમીને લઈને તૈયાર થયેલો પાક ખેતરમાં બગડી રહ્યો છે.

ઓલપાડ તાલુકાના ગામોમાં રોજ 500 મણથી વધુ પાક ઉતરે છે
ઓલપાડની પૂર્વ પટ્ટીના અનેક ગામોમાં ખેડૂતોએ માધુરીનો પાક બનાવ્યો છે. તાલુકાના સાંધિયેર, સીથાણ, ખલીપોર, દેલાડ, સીવાણ, ભારૂંડી, વસવારી સહિતના ગામો મળી રોજ 500 મણથી વધુ પાક ઉતરે છે. ત્યારે રોજનું અંદાજિત 50,000થી વધુનું નુકસાન છે. બજાર ભાવ ન મળતા પાક ઉતારવાની મજૂરી પણ ચૂકવવી મુશ્કેલ છે.

માધુરી પર ફૂગ લાગતા વેલા પર પાક બગડી રહ્યો છે
કોરોનાની અસર ને લઈને બજાર માંગ નીચી જતા વેપારીઓ સ્વદેશી ફળ માધુરીની ખરીદી કરની બંધ કરતા 20 થી 30 રૂપિયે વેચાતી માધુરી હાલ 50 રૂપિયા ની 3 કિલો વેચાઈ રહી છે છતાં પણ કોઈ લેવા તૈયાર નથી. માધુરીનો પાક ખૂબ નાજુક છે તે વેલા પરથી ઉતાર્યા બાદ ગણતરીના કલાકોમાં વેચી દેવાનો હોઈ છે. જો ન વેચાય તો ઉતરેલા પાકમાં અમુક કલાક બાદ ફૂગ લાગી જવાથી ખરાબ થઈ જાય છે. આટલુંજ નહી પણ અતિશય ગરમ વાતાવરણ પણ તેને માફક નથી આવતું જેથી હાલ પડી રહેલી ગરમીને લઈને માધુરી પર ફૂગ લાગતા વેલા પર પાક બગડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...