શરૂઆત:પશુ ખરીદી માટે ઝીરો ટકા વ્યાજે લોન આપતી દુધ ગંગા યોજનાનો શુભારંભ

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડના પિંજરતમાં પશુ મેળો યોજી સુમુલે યોજનાની શરૂઆત કરી

સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે શૂન્ય ટકાએ દુધાળા પશુઓ ખરીદવા રાજ્યના દૂધ ઉત્પાદક સંઘો પૈકી સૌથી પહેલા આ યોજના બનાવી અમલમાં મૂકી છે.સુરત દૂધ ઉત્પાદક સહકારી સંઘે સુમુલ- સુડીકો દૂધ ગંગા પશુલોન યોજનાનો શુભારંભ આજે ઓલપાડ તાલુકાની પિંજરત દૂધ મંડળીમાં પશુમેળો યોજી કરતા લાભાર્થીઓ પશુઓ ખરીદવા ઉમટી પડ્યા હતા.

રવિવારના રોજ ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારની દરિયાઈ પટ્ટીના પિંજરત ગામની દૂધ મંડળી દ્વારા પશુ મેળાનું આયોજન કરાયું હતું.આ પશુમેળામાંથી પિંજરત દૂધ મંડળીના પશુપાલકે ખરીદેલ ભેંસ સુપ્રત કરતા ઓલપાડ વિભાગના સુમુલ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે,સુમુલે રાજ્યના પશુપાલકો આત્મનિર્ભર બને અને તેઓની આર્થિક ઉન્નતિ થાય તે માટે રાજ્યમાં પ્રથમ પહેલ કરી પશુપાલકોને શૂન્ય ટકા વ્યાજથી દુધાળા પશુઓ ખરીદવા સુમુલ- સુડીકો દૂઘ ગંગા પશુલોન યોજના અમલમાં મુકેલ છે.આ યોજનાનો શુભારંભ સુમુલે પિંજરત દૂધ મંડળીમાંથી કર્યો છે,ત્યારે આ યોજનાનો લાભ સુરત અને તાપી જિલ્લાના પાંચ હજારથી વધુ પશુપાલકોને મળશે.જયારે પિંજરત દૂધ મંડળીના પ્રમુખ કાંતિભાઈ પટેલે જણાવ્યું કે,સુમુલે આ યોજના અમલમાં મુકતા અમારી મંડળીના 200 ફોર્મ ભરી અમોએ મંજૂરી અર્થે મોકલ્યા હતા. જે અંતર્ગત મંજૂરી મળતા આજે આ પશુ મેળામાં રાજ્યના વિવિધ પ્રાંતોમાંથી ગાય-ભેંસના વેપારીઓ 150 થી વધુ પશુઓ લઈને હાજર રહ્યા હતા.આ પશુમેળામાં જાફરાબાદી,બન્ની, મહેસાણી વગેરે ઊંચી ઓલાદની ભેંસોની ખરીદી સોમવારે 11 કલાક સુધીમાં કરી શકશે.

જયારે આજે 02 ગાય તથા 90 ભેંસ મળી કુલ 92 પશુઓ શૂન્ય ટકા લોનથી ખરીદી કરી લાભ લીધો છે.તેમણે વધુ કહ્યું કે,આ યોજનાથી પશુપાલકો તો આત્મનિર્ભર બનશે જ સાથે અમારી દૂધ મંડળીનો દૂધ જથ્થો વધતા મંડળી પણ પ્રગતિ કરશે. જેથી આ યોજના મુકવા બદલ હું સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ સહિત બોર્ડને અભિનંદન આપ્યા હતા.

આ રીતે મળી શકશે પશુપાલકોને લોન
સુમુલે દુધાળા પશુઓ ખરીદવાની યોજના ઘી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના સહયોગથી અમલમાં મુકેલ છે.સુરત અને તાપી જિલ્લાના પશુ પાલકોએ આ યોજનાના લાભ માટે ગામની કે નજીકની દૂધ મંડળીમાં ફોર્મ ભરવાનું છે. આ મંડળી લાભાર્થીઓના નામની દરખાસ્ત સુમુલમાં મંજૂરી અર્થે મોકલ્યા બાદ મંજૂર થયા પછી આ યોજનાની શરત મુજબ લાભાર્થીઓએ પશુઓની ખરીદી સુમુલ ડેરી દ્વારા આયોજીત પશુ મેળામાંથી પશુઓ ખરીદી કરવાના હોય છે.જે બાદ સુમુલ સંઘ ગામની દૂધ મંડળી દ્વારા લાભાર્થીઓ ને સહાય આપે છે.શૂન્ય ટકાએ લીધેલ લોન ગામની દૂધ મંડળીમાં નિયમિત દૂધ ભરી લોનનો હપ્તો ભરવાનો હોય છે. > અરૂણ પુરોહિત, ઇન્ચાર્જ એમડી

અન્ય સમાચારો પણ છે...