તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઓલપાડના ટૂંડા ગામથી મોટા પાયે દેશી દારૂ અને રસાયણ પકડાયું

ઓલપાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડના ટૂંડા ગામે પકડાયેલું દારૂ બનાવવાનું રસાયણ. - Divya Bhaskar
ઓલપાડના ટૂંડા ગામે પકડાયેલું દારૂ બનાવવાનું રસાયણ.
  • કુલ 31,080ના મુદ્દામાલ સાથે બે રેડમાં પાંચ બુટલેગરને દબોચી લીધા

મંગળવારે મોડી સાંજે સુરત ગ્રામ્ય એલ.સી.બી ઇન્ચાર્જ પીઆઇ કે.વી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકામાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે એએસઆઇ મકેશ જયદેવ તથા અહેકો અનિલ રામજીને બાતમી મળી હતી કે, ટૂંડા ગામે શેરી મહોલ્લામાં પ્રમોદ રામુ પટેલના ઘરમાં મોટા પ્રમાણમા દેશી દારૂ છે અને ત્યાંથી દારૂ વાહનોમાં ભરી સપ્લાયની પેરવીમાં છે.

આ બાતમીના પગલે પોલીસ ટીમે પ્રમોદ પટેલ (35)ના ઘરે રેડ કરતા ઘરમાંથી 35 લિટર દેશી દારૂના 18 કેરબામાં 630 લિટર દારૂ, જેની રૂ.12,600 તથા દેશી દારૂ ગાળવા રસાયણ ભરેલ 35 લિટરવાળા કુલ 54 કેરબામાં 1,890 લિટર રસાયણ રૂ.3,780, ખાલી કેરબા 54 નંગ, જેની રૂ. 2,700 તથા ચાર આરોપીની અંગ ઝડતીના મોબાઈલ નંગ-,જેની કિ. 5,000 મળી કુલ રૂપિયા 24,080નો મુદ્દામાલ કબજે લીધો હતો.જયારે ટુંડા ગામે પોલીસે બીજી રેડ શેરી મહોલ્લામાં રહેતી જશુબેનના ઘરે કરી હતી. આ રેડમાં જશુબેનની બાજુના મકાનમાંથી 35 લીટરવાળા 10 કેરબામાં 350 લીટર દેશી દારૂ કિં. 7000ના મુદ્દામાલ સાથે જશુબેન પટેલને દબોચી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...