પાકને નુકસાન:વરસાદી પાણીનો ભરાવો થવાને લઈ ઓલપાડમાં ડાંગરને મોટું નુકસાન

ઓલપાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓછા વરસાદે સિંચાઇની અછત અને વધુ વરસાદે પાણી ભરાવો બંને સ્થિતિમાં મુશ્કેલી
  • તાલુકામાં અંદાજે 18000થી વધુ હેક્ટરમાં ચોમાસુ ડાંગરનું રોપાણ કરાયું છે

દક્ષિણ ગુજરાતનું સૌથી વધુ ચોમાસુ ડાંગરની ખેતી ઓલપાડ તાલુકામાં કરવામાં આવે છે. ત્યારે ચોમાસુ ડાંગરની ખેતી કરતા ખેડૂતો અનેક વિધ મુશ્કેલીનો સામનો કરવા સાથે ડાંગરના પાકની નુકસાની વેઠીને પણ ખેતી કરતા આવ્યા છે. ત્યારે હાલ ચોમાસું સીઝનમાં થયેલા ભારે વરસાદે ખેતરોમાં દિવસો સુધી પાણીનો ભરાવો થતા તાલુકામાં ડાંગરના પાકને મોટુ નુકસાની થવાનું નોંધાયું છે.

ઓલપાડ તાલુકામાં અને ખાસ કરીને કાંઠાના ગામોના ખેડૂતો કે જે ચોમાસુ ડાંગરની મોટાપાયે ખેતી કરતા આવ્યા હોય, એવરેજ 18,000 હેકટરથી વધુ ડાંગરની ખેતી કરતા ખેડૂતોને, વધુ વરસાદ પડે તો પણ અને ઓછો વરસાદ થાય તો પણ નુક્સાનીનો સામનો કરવો પડે છે. આટલું જ નહિ પણ હવે અરબી સમુદ્રના કાંઠાના ગામોમાં વાવા ઝોડાની અસરે પણ ખેતીના જુદા જુદા પાકો સાથે ડાંગરના પાકને મોટું નુકસાન થવાનું નોંધાયું છે.ચાલુ વર્ષની ચોમાસાની સિઝનમાં ઓલપાડ તાલુકાના ગામોમાં ભારે વરસાદ થવાને લઈને ડાંગરના પાક વાળા ખેતરોમાં દિવસો સુધી પાણીનો ભરાવો થવાથી તાલુકાના કાંઠાના ગામોમાં ડાંગરના પાકને 30% જેટલું નુકશાન થયાનું કહેવાય છે.

ગત વર્ષે વાવાઝોડાને લઈને અને આ વર્ષ ભારે વરસાદના કારણે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં બનાવવામાં આવતા ચોમાસું ડાંગરના પાકમાં મોટું નુકશાન થવા પામ્યું છે જેના કારણે આ વરસે પણ જગતનો તાત ચિંતામાં મુકાયો છે. આમ કુદરતી આફ્ટથી પાકને નુકસાની થવાને લઈને આર્થિક નુક્સાની બાબતે સરકાર પાકની સહાય જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. હાલ ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં આવીજ પરિસ્થિતિ ઉભી થવાને લઈને ખેડૂતો ચિંતિત છે. ધારાસભ્ય મુકેશ પટેલ હવે રાજ્ય કક્ષાના કૃષિ, ઉર્જા મંત્રી બન્યા છે, જેથી ઓલપાડ કાંઠા વિસ્તારના ખેડૂતોને આશા બંધાઈ છે કે રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી તેમની વ્હારે આવશે.

વરસાદી પાણીનો ભરાવો થવાથી પાકના મૂળમાં ફૂગ લાગી શકે
કૃષિ તજજ્ઞોના કહેવા મુજબ ડાંગરના તૈયાર થયેલા પાક વાળા ખેતરમાં વરસાદી પાણીનો ભરાવો થવાથી પાક ના મૂળમાં ફૂગ લાગવા સાથે અન્ય રોને લઈને મોટું નુકસાન જાય તેમ હોય જેથી સત્વરે પાણીનો નિકાલ કરવો હિતાવહ છે. જો આમ ન થાય તો મો માં આવેલો કોરિયો છીનવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

ખેડૂત સમાજે સહાયની માગ કરી
દક્ષિણ ગુજરાતમાં શેરડી,ડાંગર અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે પણ જે પાછોતરો વરસાદ વરસો એના કારણે ખેતરમાં 1 થી બે ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે ચોમાસું ડાંગરનો તયાર પાક ખરાબ થઇ ગયો છે. ઓલપાડ તાલુકામાં લગભગ 30 ટકા ડાંગરનો પાક ખરાબ થઇ ગયો છે ત્યારે આ ખેડૂતને સરકાર સહાય આપે.છેલ્લા કેટલા વરસોથી કાંઠા વિસ્તારના ખેડૂતો નુકશાની વેઠી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી છે.