ચૂંટણી દંગલ:ઓલપાડ બેઠક પર કોળી પટેલ અને પાટીદાર મતો નિર્ણાયક

ઓલપાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4.54 લાખ મતોમાં 1.75લાખ પાટીદાર,70 હજાર કોળી પટેલ
  • 4 સુગર​​​​​​​ ફેક્ટરી સહિત સહકારી રાજકારણ પણ અસરકારક

155 ઓલપાડ વિધાનસભા બેઠક પર કુલ મતદારો 4,54,838માંથી 1.75 લ ાખ પાટીદાર અને 70 હજાર કોળી પટેલ મતદારો નિર્ણાયક છે. આ સિવાય 50 હજાર મુસ્લિમ મતો, 35 હજાર, દલિત 35 હજાર, 35 હજાર ક્ષત્રિય, 22 હજાર સવર્ણ અને 12 હજાર આદિવાસી મતો છે.

વર્ષ 2017માં ઓલપાડ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ હતો. જેમાં ભાજપના મુકેશ પટેલને 1,47,828 મતો મળ્યા હતા. અને કોંગ્રેસના યોગેશ બાકરોલાને 86016 મતો મળ્યા હતા.મુકેશ પટેલને બાદમાં મંત્રી પણ બન્યા હતા.

આ વખતે 2022માં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ થશે. જેમાં ભાજપના મંત્રી મુકેશ પટેલ છે. કોંગ્રેસે સહકારી અગ્રણી દર્શન નાયકને મેદાનમાં ઉતાર્યા છે. તો આપે પાટીદાર અનામત આંદોલનના નેતા ધાર્મિક માલવિયાને ટિકીટ આપી છે.

આ બેઠકમાં ઓલપાડ તાલુકાના 102 ગામો,ચોર્યાસી તાલુકાના વાંસવા, દામકા, માલગામા, ભેસાણ, ઓખા, ચીચી, વનાળા, વિહેણ,પાલિકામાં સામેલ વરિયાવ, કોસાડ, આસરમા, મોટા વરાછા, અમરોલી, છાપરા ભાઠા ઉતરાણ સામેલ છે. ચાર સુગર ફેકટરી પંડવાઇ, સાયણ, કામરેજ અને કાંઠા વિભાગ સુગર મંડળી સાથે જોડાયેલું રાજકારણ મહત્વનું પરિબળ છે.

ખેતી માટે વીજળી-પાણીના મુદ્દા મહત્વના
155 ઓલપાડ બેઠક પર મોટી સંખ્યામાં ખેડૂત મતદાતાઓ છે. જેના પગલે આ મત વિસ્તારમાં મોટાભાગની સમસ્યાઓ કૃષિ આધારિત છે. જેમકે ખેડૂતોને ખેતી માટે પાણી અને વિજળીની સમસ્યાઓ સામાન્ય છે. જમીન કપાત અને પ્રદૂષણની સમસ્યાઓ પણ છે. આ સિવાય શહેરના મતદાતાઓ માટે પ્રાથમિક સુવિધાઓ તેમજ રોડની સમસ્યાઓ પણ છે. કેટલાક વિસ્તારોમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પણ આ વખતે મહત્વના રહેશે.

ભાજપ મોદીના નામે, સરકારની નિષ્ફળતા પર કોંગ્રેસ,AAP સ્થાનિક મુદ્દે મત માંગી રહી છે
મુખ્ય ત્રણેય ઉમેદવારો અલગ અલગ મુદ્દે મત માંગી રહ્યાં છે. ભાજપના મુકેશ પટેલ રાજ્ય સરકાર અને નરેન્દ્ર મોદીએ કરેલા કામો પર વોટ માંગવા લોકો સુધી પહોંચી રહ્યા છે જયારે કોંગ્રેસના દર્શન નાયક ભાજપની નિષ્ફ્ળતા અને સ્થાનિક સ્તરે પોતે કરેલા કામો લોકો સુધી લઈ જઈ રહ્યા છે. ધાર્મિક માલવિયા સ્થાનિક પ્રશ્નોના સમાધાન કરવાના મુદ્દે વોટ માંગી રહ્યા છે.

5 વર્ષમાં એક લાખ મતદારો વધ્યાં
ઓલપાડ વિધાનસભા બેઠક પર છેલ્લી સ્થિતી મુજબ કુલ કુલ મતદારો 4,54,838 મતદારો છે જે ગત વખત 3.53 લાખ હતા 2017ની સરખામણીએ જે મતદારો વધ્યા તેમાં સુરત મનપામાં સમાવિષ્ટ સૌરાષ્ટ્રવાસી વિસ્તારના મતદારો વધુ છે.

અન્ય સમાચારો પણ છે...