તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પ્રાથમિક જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ પદેથી કિરીટ પટેલે રાજીનામું આપ્યું

ઓલપાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષિકાને પરત નોકરી પર લેવા નાણાંની માંગણી મુદ્દે થયેલા વિવાદ બાદ

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકને નોકરી પર લેવાના વાતે રોકડ રકમની માંગવાના વિવાદે રાજકીય રંગ પકડતા પ્રકરણ ગાંધીનગર પહોંચ્યું છે. મળતી વિગતો સુરત ગ્રામ્યમાં સરકાર માન્ય પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી મહિલા શક્ષિકાએ ફરજ માંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યા બાદ ફરજ પર પરત લાગવા માટે ઓલપાડ બી.આર.સી અને જિલ્લા પ્રાથમીક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલનો સંપર્ક કરતા ઉપરી અધિકારીને રોકડ વહીવટ કરવાની વાતે શિક્ષિકા પાસે રોકડ ની માંગણી કરવાનો વાતચીતનો ઓડિયો વાયરલ થતા શિક્ષણ મંત્રી ચુડાસમા પણ આ વાતે હરકતમાં આવી તપાસનો આદેશ કરતા ચકચાર મચી છે .

ત્યારે રોકડ રકમની લાંચ માંગવાના પ્રકરણમાં વિવાદમાં આવેલા ઓલપાડ બી.આર.સી કિરિટી પટેલ કે જે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘનો પ્રમુખ પદે પણ હોય તેમને સંઘના પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...