આત્મહત્યા:કરમલાનો રત્નકલાકાર કોરોના બાદ માનસિક તાણમાં રહેતા ફાંસો ખાધો

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક ઈસમ છેલ્લા 10 મહિનાથી સતત ડિપ્રેશનમાં રહેતો હતો

ઓલપાડ તાલુકાના કરમલા ગામે રહેતા એક સૌરાષ્ટ્રવાસી રત્ન કલાકારે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતકના સબંધીએ પોલીસને કહ્યું હતું કે તે દસ-બાર મહિના પહેલા કોરોનામાં સપડાયો હતો, જેથી સતત ડિપ્રેશનમાં રહેતા તેણે આ પગલું ભર્યું છે.

મુળ બોટાદના ગઢડા તાલુકાના વતની વિપુલ રમેશ ત્રિવેદી (37)હાલ ઓલપાડના કરમલા ગામની સુંદરમ વિલા સોસાયટીના રહે છે.ે સોમવારના રોજ સાંજે તેણે મકાનની રૂમના પંખાની સીલીંગ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ જિંદગીને આખરી સલામ કરી હતી. મૃતકના સબંધી અશોક જયંતીભાઇ ઉપાધ્યાયે (હાલ રહે.11,ફ્લેટ નં.103,ઓમ ટાઉનશીપ વિભાગ-4,પાસોદરા ગામ તા.કામરેજ)ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી. તેમણે પોલીસને જણાવ્યું હતું કે મૃતક વિપુલ આજથી દસ-બાર મહિના પહેલા કોરોનામાં સપડાયો હતો. ત્યારથી તે સતત માનસિક ડિપ્રેશનમાં રહેતો હતો. જેથી તેનાથી બિમારી સહન ન થવાથી તેણે ફાંસો ખાઈ આપઘાત કરેલ છે. આ મામલે હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના આપઘાતનું સાચું કારણ માટે વધુ તપાસ ઓલપાડ પોલીસ મથકના હેડ પો.કો.નિતેશ ભાણા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...