તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતનો ભેદ PM રિપોર્ટમાં ખુલ્યો:કારેલીના યુવકનું મોત અકસ્માતે નહોતું થયું, તેની હત્યા કરાઇ હતી

ઓલપાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસ પહેલા બનેલી ઘટનાનો ભેદ PM રિપોર્ટમાં ખુલ્યો
  • ત્રણ જણાએ લાકડાના સપાટા મારી યુવકને પતાવી દીધો હતો

ઓલપાડ તાલુકાના કારેલી ગામે અકસ્માત ઘટનાથી મોતમાં ખપાવનાર ઉત્તરપ્રદેશના એક યુવાનના મોતનો ભેદ મૃતકની લાશના પોસ્ટમોટર્મમાં ખુલ્યો છે. આ યુવાનનું મોત અકસ્માત ઇજાથી નહીં, પરંતુ તેને લાકડાના ફટકા અને ઢીકકા-મુક્કીનો ઢોર માર મારી મોતને ઘાત ઉતાર્યો હોવાનો ખુલાશો પી.એમ.માં થયો છે. જેના પગલે ઓલપાડ પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ઝડપવાના ચક્રો ગતિમાન કરતા તેઓ પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સુમિત રાજકુમાર તિવારી મુળ ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાના વતની અને હાલ ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલ માધવ સોસાયટીના મકાન નંબર-112 માં પરિવાર સાથે રહી હીરા ઘસવાનું કામ કરે છે. તેની સાથે તેનો ભાઈ અમિત રાજકુમાર તિવારી(22)પણ રહેતો હતો.

ગત તા-22 ઓગસ્ટના રોજ સાંજના સુમારે અમિત અને તેનો મિત્ર ભરત કારેલી રોડ ઉપર નંદની નહેરની બાજુમાં આવેલ લક્ષ્મીનગર, શોપીંગ સેન્ટર સામે રોડની બાજુમાં આવેલ દુકાનમાં ગુટકા લેવા જતા હતા. તે દરમિયાન તેઓને કારેલીની સોસાયટીમાં રહેતા ફારૂક ઉર્ફ સોનુ ઉર્ફે લાવારીસ સલીમ શેખે બે ત્રણ વખત બુમો પાડી તેની પાસે બોલાવ્યો હતો. તેમ છતાં બંન્ને તેની પાસે ગયા ન હતા. જેથી ફારૂક શેખ, ગુજ રજન પટેલ તથા એક અજાણ્યા ઈસમે તેઓ સાથે ગંદી નાલાયક ગાળો બોલી ઢીકકા-મુક્કીનો ઢોર માર મારી ઝગડો શરૂ કર્યો હતો. તે દરમિયાન ફારૂક શેખે એકદમ ઉશ્કેરાઈને એકબીજાની મદદગારીથી અમિત તિવારીને માથામાં તથા ડાબા હાથની છેલ્લી આંગળી તથા શરીરે લાકડાના ફટકાથી માર મારતા તેને ગંભીર જીવલેણ ઇજા થઈ હતી. જેથી તેને સારવાર અર્થે સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ ઘટનામાં અમિતને ગંભીર ઇજા થવાનું કારણ તે ઘરના પગથિયાં પરથી પડી જવાથી તથા બાથરૂમમાં પગ લપસી જવાનો ઉલ્લેખ કરી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે અમિતનું બીજા દિવસે મોત થતા તેનું નવી સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાયું હતું. જેના રિપોર્ટમાં મૃતક યુવાનને માથાના ભાગે કોઈ સખત અને બોથડ પદાર્થ મારવાથી મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જે બાદ અગાઉ આ કેસમાં એકસ્માતે મોતની નોંધ કરનારી ઓલપાડ પોલીસ ગત તા-31 ની મોડી સાંજે મૃતકના ભાઈ સુમિત રાજકુમાર તિવારી પાસે પહોંચી હતી. અને હત્યા ગુનાની ફરિયાદ લીધી હતી. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેને લઇ ધરપકડથી બચવા ત્રણેય હત્યારાઓ ભૂર્ગભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

ત્રણેય હત્યારાઓ ભૂર્ગભમાં ઉતરી ગયા
1 ફારૂક ઉર્ફ સોનુ ઉર્ફે લાવારીસ સલીમ શેખ(કારેલી) 2 ગુજ રજન પટેલ (કારેલી) તથા 3 આશરે 25 થી 30 વર્ષનો યુવક જેના નામ ઠામની ખબર નથી.

હત્યારો ફારૂક અનેક ગુનાઓમાં સામેલ
અમરોલીની લાલુ જાલિમ ગેંગ સાથે કામ કરતો આવેલો ફારૂક ઉર્ફ સોનુ ઉર્ફે લાવારીસ સલીમ શેખ કે જેના પર સુરત શહેર પોલીસમાં અનેક ગુના નોંધાયા છે જે લાલુ જાલિમ સાથે છૂટો પડી સાયણ ખાતે દારૂનો અડ્ડા પર કામ કરતો હતો. ત્યારે ગુનાહિત માનસિકતા અને ગુનામાં સામેલ સોનુ લાવરિસ એ વધુ એક હત્યા કરી છે.

અન્ય સમાચારો પણ છે...