તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કામરેજના જોખાનો સરપંચ બે વખત પૈસા લીધા પછી ત્રીજી વખત કોન્ટ્રાક્ટર પાસે 50 હજારની લાંચ લેતા ઝડપાયો

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર લાભાર્થીઓના મકાનો બનાવવાના અવેજ પેટે લાંચ માંગી

કામરેજ તાલુકામા પંચાયત કક્ષાના અધિકારી અને પદાધિકારીઓ પ્રજાલક્ષી કામો કરવાના બદલામાં રોકડ રકમની લાંચ લેતા એસીબીના હાથે પકડાવાની અનેક ઘટનાઓ બની ચુકી છે. ત્યારે મંગળવારે ફરી કામરેજ તાલુકાના જોખા ગામનો સરપંચ કોન્ટ્રાકટર પાસે 50 હજારની લાંચ લેતો પોતાના ઘરમાં જ પકડાયો હતો.જોખા ગામે પીએમ આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓના મંજૂર થયેલા આવાસ બનાવવાની કામરેજ તાલુકા પંચાયતની નિગરાણી હેઠળ જોખા ગ્રામ પંચાયત હસ્તક ખાનગી કોન્ટ્રાકટર પાસે કામગીરી કરાવવામાં આવતી હોય.

ત્યારે આવાસ બનાવવાની કામગીરી આપવા માટે એજન્સીના કોન્ટ્રાકટર પાસેથી જોખાના સરપંચ હિતેષભાઇ કાંતિલાલ જોષીએ રોકડ રકમની લાંચની માંગણી કરી હતી.ત્યારે ફરિયાદી કોન્ટ્રાક્ટરે મકાનો બનાવી આપવાનું કામ આપવાના અવેજ પેટે અગાઉ પહેલી વાર રૂપિયા 11,000 તથા બીજીવાર રૂપિયા 40,000 લીધા બાદ સરપંચ હિતેષ જોશીએ ગઇકાલે 23.08.21 ના રોજ કોન્ટ્રાક્ટરને પોતાના ઘરે બોલાવી વધુ રૂપિયા 50,000ની કામ આપવાના અવેજ પેટે માંગણી કરી હતી.

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બીના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરેલ જેથી ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન સરપંચ હેતુલક્ષી વાતચીત કરી કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચની માંગણી કરી સ્વીકારી પોતાના ઘરમાં જ આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર, સુરત ગ્રામ્ય એસીબી પો.સ્ટે. સુરત તથા એસીબી સ્ટાફના હાથે પકડાઇ જતાં તેની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...