તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત ગ્રામ્ય પોલીસ એ.સી.બીની રડારમાં હોવા છતાં ભ્રષ્ટ પોલીસ કર્મીઓ લાંચ લેવાનું ગુનાહિત કૃત્ય કરવાથી ડરતા નથી. હવે કામરેજ પોલીસે આરોપી પાસે રૂપિયા 1 લાખની લાંચ માંગવાની ઘટનામાં લાંચની રકમ વચેટીયાના કહેવાથી આંગડિયા પેઢીના કર્મચારીઓએ સ્વીકારતા એ.સી.બીએ ટ્રેપમાં લાંચની રકમ રીકવર કરવા સાથે કોન્સ્ટેબલ અને વચેટીયા વિરૂદ્ધ ગુનો નોધ્યો હતો.
એ.સી.બી પોલીસમાં ફરિયાદ કરનાર ઇસમ વિરૂદ્ધ કામરેજ પોલીસમાં સ્ફોટક પદાર્થ રાખવાના ગુનામાં ઈ.પી.કો કલમ 285 અને 114 મુજબનો ગત તારીખ 15 ફેબ્રુઆરી 2021ના રોજ ગુનો નોધવામાં આવ્યો હતો. ત્યારે આરોપી અને તેના શેઠને ગુનાના કામે અટક કરી તાત્કાલિક જામીન પર છોડી દેવા તથા થયેલ કેસ બાબતની પુરવઠા મામલતદારને જાણ નહી કરવા અવેજ પેટે કામરેજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ શંકરભાઈ વસાવાએ કરી હતી. જે વચેટિયો અશ્વિનભાઈ બેચરભાઈ પટેલ રહે કામરેજના એ રૂપિયા 1 લાખમાં પતાવટ કરવાની ખાતરી આપી હતી.
ગુરુવારના દિવસે લાંચની રકમ અશ્વિનભાઈ બેચરભાઈ પટેલે કામરેજ ચોકડી ખાતે ભવાની કોમ્પ્લેક્ષમાં આવેલ એમ.વી પટેલ આંગડિયા પેઢીના કર્મચારીને આપવા જણાવતા આંગડિયા પેઢીના કર્મચારીઓએ અશ્વિન પટેલના કહેવાથી લાંચના રૂપિયા 1 લાખ લેતા એ.સી.બી એ ટ્રેપ કરી રકમ રીકવર કરી હતી. કામરેજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ શંકરભાઈ વસાવા અને વચેટિયો અશ્વિનભાઈ બેચરભાઈ પટેલ ઘટના સ્થળેથી ન મળતા અમદાવાદથી ટ્રેપ કરવા આવેલ અધિકારીઓએ પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેના વચેટિયા વિરૂદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.