ઉદ્દઘાટન:માસમા ગામે હળપતિ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ઓલપાડ તાલુકા હળપતિ યુવા એકતા કપ-ર૦રર’’ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ શનિવારે તાલુકાના માસમા ગામે HNV ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર કરાયો હતો.

રાજ્ય સરકારના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તથા કૃષિમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ટુર્નામેન્ટનો શુભારંભ કરાતા ઓલપાડગામોમાંથી હળપતિ યુવા ક્રિકેટની 100 ટીમોએ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે રાજ્યના રમત-ગમત અને ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્દઘાટન કરી બેટિંગ કરી કરતા કૃષિમંત્રી મુકેશ પટેલે બોલિંગ કરી હતી. જેમાં હર્ષ સંઘવીએ બેટિંગ કરી કરી ચોગ્ગો ફટકાર્યો હતો.કૃષિ મંત્રી મુકેશ પટેલે પણ બેટિંગમાં હાથ અજમાવ્યો હતો.આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે,હું આજે હળપતિ સમાજના યુવાનો સાથે ક્રિકેટ રમવા આવ્યો છું.

કૃષિમંત્રી મુકેશ પટેલને અભિનંદન આપતા કહ્યું કે,વિકાસના કામો ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ પૈકી 155-ઓલપાડ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ અપાવવામાં તેઓ મોખરે છે. 2400 થી વધુ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ, 11,000 થી ગંગા સ્વરૂપ વિધવાને માસિક પેન્શન,હળપતિ સમાજના સાત સમૂહ લગ્નોમાં 500 થી વધુ દીકરા-દિકરીઓના લગ્ન કરાવી દરેક નવદંપત્તિને એક લાખનું કરિયાવર આપ્યું છે.

કૃષિમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે,રમત-ગમત પ્રત્યે લોકોમાં અભિરૂચિ કેળવાઈ રહે તે માટે ઓલપાડ તાલુકા ભાજપ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કોરોના સમયને બાદ કરી છેલ્લા પાંચ વર્ષથી થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...