દીપડાની ઘુસણખારી:ઓલપાડમાં દરિયાઇ પટ્ટીના છેવાડે આવેલા જિણોદ ગામે દીપડાના આંટાફેરાથી ફફડાટ

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેક કાંઠા વિસ્તાર સુધી દીપડાની ઘુસણખારીથી ચિંતામાં વધારો

ઓલપાડ તાલુકાની દરિયાઈ પટ્ટીના છેવાડાના જિણોદ ગામ નજીક દીપડો દેખાતા કાંઠાના આજુબાજુના ગ્રામજનોમાં ગભરાહટનો માહોલ જોવા મળી રહ્યો છે. વિગત મુજબ ઘણા વર્ષ પછી ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના જીણોદ ગામ નજીક જીણોદથી કમરોલી જતા રોડ પર આજે ગુરૂવારે સવારે દસ કલાકના સુમારે એક દીપડો ખેત સીમમાં ઘુમતો જોવા મળ્યો છે.

જેના પગલે કાંઠા વિસ્તારના ખેતરમાં કામ કરતા ખેડુતો, મજુરો સહિત આજુબાજુના ગ્રામજનો ડર અને ભયથી થથરી રહ્યા છે.આ બાબતે જીણોદ ગ્રામજનોના જણાવ્યા મુજબ અમારા ગામની નજીકના ખેતરમાં સુગરના મજુરો શેરડી કાપી રહ્યા હતા, ત્યારે મજૂરોએ પાણી માટે ભટકતા એક દીપડાને જીણોદથી કમરોલી જતા રોડ ઉપર ઘૂમતો જોયો હતો.જેથી આ મજુરો દીપડાને જોઈ જીવ બચાવવા શેરડી કાંપણીનું કામ છોડીને ગામમાં ભાગી છૂટ્યા હતા.

મજૂરોએ આ બાબતની જાણ ખેતરના માલિકને કરતા તેમણે ખેત સીમમાં દીપડો હોવાની માહિતી ગામના સરપંચને કરી હતી.જેથી સરપંચે તરત ઓલપાડ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાકીદે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જયારે ફોરેસ્ટ વિભાગ દ્વારા ખેતરની ભીની જમીન અને રોડ ઉપર પડેલ પંજાના નિશાનની તપાસ કરતા આ નિશાન દિપડાના જ હોવાનું માલુમ પડ્યું હતું.જેથી ફોરેસ્ટ વિભાગે આ વિસ્તારમાં દીપડો હોવાની પૃષ્ટિ પત્રકારો સમક્ષ કરી હતી.

જયારે ખેડુતો અને મજુરોના કહેવા મુજબ આ દીપડો એક વખત ખેતરની નહેરમાં પાણી પીવા પણ નીકળ્યો હતો.જો કે આ ઘટનાને પગલે ફોરેસ્ટ વિભાગે હાલ તો દીપડાને પકડવા જિણોદથી કમરોલી જતો ખેત સીમનો રસ્તો બંધ કરી,ત્યાં પાંજરાની ગોઠવણ કરી દીધી છે અને દીપડાને પકડવાની કાર્યવાહી તેજ કરી હોવાનું ફોરેસ્ટ વિભાગના અધિકારી મનિષાબેન પરમારે કહ્યું છે.

જયારે આ વિસ્તારમાં દીપડો ઘુમતો હોવાની વાતને પણ તેમણે પૃષ્ટિ કરી હતી.આ બાબતે ફોરેસ્ટર મનિષાબેન પરમારે પત્રકારોને કહ્યું હતું કે,અમારો સંપૂર્ણ સ્ટાફ હાલ જિણોદ ગામમાં તૈનાત છે અને દીપડાને ઝડપથી પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.

ઓલપાડ કાંઠાના વિસ્તારમાં ફરી દીપડો દેખાયો
ઓલપાડ તાલુકાના દરિયા કિનારાના છેવાડાના ગામ સુધી દીપડો પહોંચી જવાની વાતે અહીંના લોકો માં ફફડાટ મચી જાય છે. ત્યારે આગાઉ પણ કાંઠાના ગામોમાં દેખાયેલો દીપડો પકડવામાં વન વિભાગને સફળતા નથી મળી. ત્યાજ હવે ફરીવાર દીપડો દેખાતા કાંઠાના ગામોમાં ભય ભિત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...