ક્રાઇમ:આડા સંબંધના વહેમમાં પતિએ બ્લેડના ઘા મારતા પત્ની ઘાયલ

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનસાડની ઘટનામાં હુમલાખોર પતિને જેલમાં ધકેલાયો

ઓલપાડ તાલુકાના અસનાડ ગામે પતિએ પત્નીને સંતાન ન થતા હોવા ઉપરાંત અન્ય વ્યક્તિ સાથે આડા સબંધ હોવાનો વહેમ રાખી મોઢા પર બ્લેડથી હુમલો કરી પત્નીને ઘાયલ કરી હતી. મળતી વિગતો મુજબ ઓલપાડ તાલુકાના અસનાડ ગામના ખરી ફળિયામાં રહેતોા અમીત રાઠોડે તા.11ને શનિવારના બપોરના સમયે પત્નીને સંતાન ન થતાં હોવા ઉપરાંત પત્નીને અન્ય વ્યક્તિ સાથે આડાસબંધ હોવાનો વહેમ રાખી સુધાબેનને ગાળો બોલી ઢીક્કા-મુક્કીનો માર માર્યો હતો, જયારે પતિ એટલેથી ન અટકતા તેને જાનથી મારી નાંખવાના ઈરાદે દાઢીના ભાગે બ્લેડથી ગળાના ભાગ તથા ચહેરા ઉપર નાક, આંખ, હોઠના ભાગે તેમજ માથાના ભાગે ઉપરા છાપરી બ્લેડના ઘા માર્યા હતા.

આ ઉપરાંત પત્નીને શરીર ઉપર પથ્થર મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી ભાગી છૂટ્યો હતો. આ મામલે હજીરા ગામના હળપતિવાસમાં રહેતા તેના પિયર પક્ષના સબંધી ભરતભાઈ નટવરભાઈ રાઠોડે ઓલપાડ પોલીસ મથકમાં અમિત રાઠોડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે આરોપી અમિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...