આરોગ્યને વ્યાપક નુકસાન:હજીરા વિસ્તારમાં કેન્સર જેવો રોગ ભેટમાં આપતી કેમિકલ ડસ્ટમાંથી સ્ટીલ વીણવાનો જીવલેણ વેપલો

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હજીરા વિસ્તારમાં ખડકાયેલી કેમિકલ ડસ્ટ અને તેમાની ભંગાર શોધતા લોકો. - Divya Bhaskar
હજીરા વિસ્તારમાં ખડકાયેલી કેમિકલ ડસ્ટ અને તેમાની ભંગાર શોધતા લોકો.
  • વિવિધ કંપનીઓ દ્વારા ગેરકાયદે જાહેરમાં નિકાલ કરવામાં આવતું કેમિકલ વેસ્ટ પહોંચાડી રહ્યું છે આરોગ્યને વ્યાપક નુકસાન
  • શ્વાસ મારફતે શરીરમાં જતી કેમિકલ ડસ્ટ અનેક બીમારીનું મૂળ

હજીરા વિસ્તારમાં કાર્યરત મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા વિવિધ પ્રકારનો માનવીય અને પર્યાવરણને નુકસાન કરતાં કેમિકલવેસ્ટ જાહેરમાં નાખવાનો ગેરકાયદે વેપલો કરવામાં આવે છે. જેમાંથી વિવિધ સ્ટીલ વેસ્ટને જીવના જોખમે કાઢી ભંગારમાં વેચી રોજી રોટી મેળવવાનો વેપલો ચાલી રહ્યો છે.

બેકાર યુવાનો, મહિલાઓ અને તેમના પરિવારના સભ્યો સ્ટીલ વેસ્ટ શોધીને ભંગારમાં વેચી પરિવારનું ભરણ પોષણ કરે છે. હજીરા વિસ્તારમાં આ કેમિકલ વેસ્ટને લઈને કેન્સરના રોગથી અનેક લોકોનો ભોગ લેવાયો છે, અનેક લોકો રોગનો શિકાર બની રહ્યા છે. આ બાબતે વાકેફ હોવા છતાં પેટનો ખાડો પુરવાની જવાબદારી અને મજબૂરી જીવના જોખમે સ્ટીલ વેસ્ટ વીણવા માટે મજબૂર હોવાનું દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું. અરબી સમુદ્રના કાંઠે આવેલા ચોર્યાસી તાલુકાનાં હજીરા ગામ ખાતે 15 જેટલી મલ્ટી નેશનલ કંપનીઓ આવેલી છે.

ત્યારે સ્ટીલ સહિત અન્ય ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી કંપની કે જેઓના પ્લાન્ટમાથી જીરો વેસ્ટ નિકાલની વાત વચ્ચે મોટા પાયે કેમિકલ વેસ્ટ જાહેરમાં માનવજાતિ અને પર્યાવરણને ખતરારૂપ જુદા જુદા કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાઇ રહ્યો છે. પરિણામે હજીરા ગામમાં કેન્સરના જીવલેણ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં જ આ એક જ ગામમાંથી 50થી વધુ લોકોનું કેન્સર જેવી ગંભીર બિમારીના કારણે મોત થયું છે. ગામની આજુબાજુમાં આવેલી કંપનીઓમાંથી ઉડતી રજકણોના કારણે ગ્રામવાસીઓનું સ્વાસ્થ્ય જોખમાઇ રહ્યું હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.

મલ્ટી નેશનલ કંપનીઓ પર્યાવરણ સાથે માનવ અને જીવ સૃષ્ટિને નુકસાનરૂપ જાહેરમાં કેમિકલ વેસ્ટમાં મોટા પાયે ઠાલવી ખોટું કરાઇ રહ્યું છે. કંપનીઓ જાહેરમાં નાંખાતા વિવિધ સ્ટીલ વેસ્ટથી અહીના આજુબાજુના ગામના લોકોની રોજી રોટી તરીકે ઉપયોગ કરી રહ્યા છે. બેકાર બનેલા યુવક અને મહિલાઓ તથા વૃદ્ધો દ્વારા કેમિકલ વેસ્ટ માંથી સ્ટીલ વેસ્ટ શોધી ભંગારમાં વેચી પેટિયું રડતાં આવ્યા છે. કેમિકલ વેસ્ટ માઠી ઊડતી રજકણ સ્વાસ્થય માટે જીવલેણ હોવાનું જાણવા છતાં પેટનો ખાડો પૂરવા જીવને જોખમમાં મૂકી રહ્યા છે.

5 વર્ષની અંદર માત્ર હજીરા ગામના જ 50થી વધુ લોકો કેન્સરના કારણે મોતને ભેટી ચુક્યા છે
હજીરા ગામમાં કેન્સરની જીવલેણ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં એક જ ગામમાંથી 50થી વધુ વ્યક્તિનું કેન્સરની બિમારીના કારણે મોત થયું છે.આ આકડા સરકારી દફ્તર મુજબના છે. જ્યારે સ્થળ પર પરિસ્થિતી વધુ ચોકાવનારી છે.

ગામની આજુબાજુમાં આવેલી કંપનીઓમાંથી ઉડતી રજકણોના કારણ સ્વાસ્થ્ય જોખમાઇ રહ્યું હોવાનો આક્ષેપ ગામવાસીઓ અને પર્યાવરણવાદી દ્વારા કરવામાં આવી રહ્યો છે. હજીરા ગામની વાત કરીએ તો હાલ અંદાજિત 8000ની વસ્તીમાં કેન્સરના કારણે 50થી વધુ લોકોના મોત નીપજ્યા છે.

જેમાં મહિલાઓની સંખ્યા વધારે રહી છે. સ્થાનિકોએ કરેલા આક્ષેપો મુજબ હજીરા ગામની આજુબાજુમાં મોટા ઉદ્યોગો આવેલા છે. આ રજકણોમાં કેમિકલ અને લોખંડ, કોલસાની રજ હોય છે. આ રજ શ્વાસ મારફતે શરીરમાં જતાં લોકોકેન્સર જેવીગંભીર બીમારીનો શિકાર બની રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું

કામ જોખમી છે, પણ તે કરવા અમે મજબૂર
સ્ટીલ વેસ્ટ સોધવાની કામગીરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા મોહનભાઈએ દિવ્યભાસ્કર સાથેની મુલાકાત દરમિયાન આપેલી માહિતી મુજબ હજીરા દરિયા કિનારે તથા આજુબાજુના ગામોમાં ઠલવાતા કેમિકલ વેસ્ટ માઠી એલ્યુમિનિયમ, પિત્તર, ધાતુ અને લોખંડ જેવા જુદા જુદા સ્ટીલ વેસ્ટ સોધતા મળી આવે છે.

જેને ભંગારમાં વેચીએ છીએ. હજીરાથી સુરત સિટી નજીક હોય અહીથી ભંગારના વેપારીઓ આવી સ્ટીલ વેસ્ટ ખરીદી કરી તેના બદલામાં સ્થળ પર જ રોકડ રકમ ચૂકવતા હોવાથી તે ક્માણીએ પરિવારનું ગુજરાન ચલાવાય છે. આ કામગીરી જીવલેણ હોવા છતાં પેટનો ખાડો પૂરવા આ કામગીરી કરવા માટે મજબૂર છીએ.

દિવસે દિવસે સ્થિતી વધુ બદતર થઇ રહી છે
રજકણ શ્વાસ મારફતે શરીરમાં જવાના કારણે કેન્સરનો રોગ થાય છે. લોકોને કેન્સર થયાની જાણ થતી નથી. તાવ આવે કે શરીરમાં દુ:ખાવો થાય તો સ્થાનિક તબીબો પાસેદવા લઇ લેતા હોય છે. જોકે, છેલ્લા સ્ટેજમાં કેન્સર પહોંચે ત્યારે ડિટેક્ટ થતું હોવાના કારણે દર્દીની હાલત ગંભીર થઇ જાય છે. અમે માહિતી અધિકાર અન્વયે માંગેલી માહિતિ મુજ્બ પાંચ વર્ષમાં 70 લોકોના કેન્સર થી મોત થયાનું નોધાયું છે. ત્યારે દિવસે દિવસે પરિસ્થિતી વધુ ખરાબ થઈ રહી છે. - દિપક પટેલ, હજીરાકાંઠા વિસ્તાર પ્રદૂષણ નિવારણ સમિતિ, કન્વીનર

કાયદા મુજબ વેસ્ટનો નિકાલ ન થતાં મોકાણ
કંપનીઓ દ્વારા કાઢવામાં આવતોહેવી મેટલ વેસ્ટએ આરોગ્ય અને પર્યાવરણને નુકસાન રૂપ છે. આટલુજ નહિ પણ આ મેટલ વેસ્ટ સ્થાનિકોને આપવામાં નથી આવતો.સ્ટીલ પ્લાન્ટ માથી નીકળતો વેસ્ટ જોખમી હોય જે કેમિક્લોનો કાયદા મુજબ નિકાલ ન થવાથી જીવલેણ રોગો થઈ રહ્યા છે. - એમ.એસ.એચ.શેખ,પર્યાવરણવાદી

અન્ય સમાચારો પણ છે...