તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પ્રતિમાને લઈને બે પટેલ થયા આમને સામને, સહકારી રાજકારણ ગરમાયુ

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વ. બાબુકાકાની હોસ્પિટલના પ્રાંગટમાંથી પ્રતિમા હાટાવી અન્ય જગ્યા પર મૂકી દેવામાં આવી છે. - Divya Bhaskar
સ્વ. બાબુકાકાની હોસ્પિટલના પ્રાંગટમાંથી પ્રતિમા હાટાવી અન્ય જગ્યા પર મૂકી દેવામાં આવી છે.
  • સાયણ સુગર સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલમાં સ્વ:બાબુકાકાની પ્રતિમા હટાવવા બાબતે વિવાદ થયો
  • માજી મંત્રીએ પ્રતિમા હટાવતા બાબુકાકાનું અપમાન ગણાવી સંચાલકો પર આક્ષેપ કર્યા

સાયણ સુગરના માજી ચેરમેન બાબુભાઇ પટેલના સમય ગાળામાં સાયણ સુગર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલ દેલાડ ગામે કાર્યરત કરવામાં આવી છે. બાબુકાકા આજે હયાત નથી પણ તેમની યાદમાં સાયણ સુગરના હાલના ચેરમેન રાકેશ પટેલે 1 માર્ચ 2020ના રોજ સ્વ. બાબુકાકાના મિત્ર અને સહકારી આગેવાનના હસ્તે બાબુકાકાની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. પરંતુ હાલમાં જીવનરક્ષા હોસ્પિટલનું રીનોવેશન ચાલતું હોવાથી પ્રતિમાને મૂળ જગ્યાથી હટાવી હોસ્પિટલના એક. રૂમમાં મુકવામાં આવી છે.

જીવનરક્ષાના માજી મંત્રી જયેશ પટેલ દ્વારા પ્રતિમા હટાવવાને લઇને સંચાલકોની બેદરકારી અને સ્વ. બાબુકાકાનું અપમાન ગણાવી આક્ષેપો લગાવ્યા છે. સુગરના વર્તમાન ચેરમેન રાકેશ પટેલે પણ જયેશ પટેલના આક્ષેપને પાયાવિહોણા ગણાવી જણાવ્યું હતું કે હાલમાં જીવનરક્ષા હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે પ્રતિમા પર ધુળ પડવાના કારણે પ્રતિમાને મૂળ જગ્યા પરથી હટાવી હોસ્પિટલના એક રૂમમાં સુરક્ષિત મુકી છે.

રીનોવેશનનું કામ પૂર્ણ થયા બાદ પ્રતિમાને મૂળ જગ્યા પર પુન:સ્થાપિત કરવામાં આવશે. સહકારી ક્ષેત્રમાં માજી પ્રમુખની પ્રતિમાને લઈને છેડાયેલા વિવાદમાં ઓલપાડ તાલુકાના દેલાડ ગામનાજ બે સહકારી આગેવાનો આમને સામને થતા સહકારી રાજકરણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મેં બાબુ કાકાની પ્રતિમા સ્થાપી સન્માન આપ્યું તે જયેશ પટેલને ખૂંચે છે
સાયણ સુગર સાથે જીવન રક્ષા હોસ્પિટલ કાર્યરત કરનાર વડીલ સહકારી આગેવાન બાબુકાકાની જીવન પર્યત સેવાને યાદગાર બનાવવા સાથે તેમને યોગ્ય સન્માન મળે તેવા શુભ આશયથી મેં જ તેમની પ્રતિમા સ્થાપી છે. મેં બાબુ કાકાની પ્રતિમા સ્થાપી સન્માન આપ્યું તે જયેશ પટેલને ખૂંચે છે. હોસ્પિટલમાં વર્ષો સુધી સત્તા ભોગવનાર જયેશ પટેલને ત્યારે બાબુકાકા યાદ નથી આવ્યા અને આજે કાકાના નામે રાજનીતિ કરી રહ્યો છે.> રાકેશ પટેલ, ચેરમેન

પ્રતિમા અમે મૂકી હતી, બાબુ કાકાના અપમાનથી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત
હું હોસ્પિટલ ટ્રસ્ટમાં મંત્રી હતો ત્યારે પ્રમુખ કેતન પટેલ સાથે મળી પ્રતિમા મૂકી હતી. તે પ્રતિમા ગોડાઉનમાં ધૂળ ખાતી કરી રાકેશ પટેલે કાકાનું અપમાન કર્યું છે ત્યારે આ બાબતે પાટીદાર સમાજમાં પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે.> જયેશ પટેલ, માજી મંત્રી, જીવનરક્ષા मહોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...