તંત્રના નાક નીચે:ઓલપાડની પૂર્વ પટ્ટીમાં કેમિકલવાળું પાણી સિંચાઇની ચેનલો અને ખાડીમાં છોડાતા ઉપજાઉ જમીનની નીકળી રહી છે ‘ખો’

ઓલપાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી થી પાણી નો રંગ બદલાઈને સફેદ થયો. ફિલ્ડ ચેનલ માં પ્રદૂષિત પાણી જોવા મળે છે - Divya Bhaskar
કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી થી પાણી નો રંગ બદલાઈને સફેદ થયો. ફિલ્ડ ચેનલ માં પ્રદૂષિત પાણી જોવા મળે છે
  • 1 હજારથી વધુ ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી આડેધડ છોડાતા અસંખ્ય ખેતરોની ફળદ્રુપ જમીન પર તોળાયું સંકટ
  • અનેક કારખાનાઓ પાણી રિસાઇકલ કરવાની જગ્યાએ જાહેરમાં છોડી રહ્યા છે

ઓલપાડ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોમાં મોટા પાયે કાર્યરત ઔદ્યોગિક એકમોમાં સૌથી વધુ વોટર જેટ સંચા મશીનના કારખાના છે. પાણીના ઉપયોગથી કાપડનું ઉત્પાદન કરતા કારખાનાઓમાં વેસ્ટ કેમિકલ યુક્ત પાણી પ્રોસેસ કરી ફરી કામમાં લેવાને બદલે સિંચાઇની ફિલ્ડ ચેનલ અને ખાડીઓમાં જાહેરમાં છોડી પાણીમાં પ્રદૂષણ ફેલાવી ખેતી પર મોટો ખતરો ઊભો કર્યો છે. ખેતીલાયક જમીન બગડી રહી છે. ખેડૂતો ન છૂટકે કેમિકલવાળું પાણીથી ખેતી કરવા મજબુર બન્યા છે. છતાં વહીવટી અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.

ઔધોગિક વિકાસની વાતે તાલુકાના પૂર્વ પટ્ટીના સુરત શહેરને અડીને આવેલા સાયણ, પરિયા, દેલાડ અને કારેલી આ ચાર ગામોમાં મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો વિકાસ થયો છે. સરકારે કાપડ ઉદ્યોગને વિવિધ પ્રકારે સહાયો આપી પ્રોત્સાહન પુરૂ પાડતા સુરત શહેર અને અડીને આવેલા ગામડાઓમાં મોટા પાયે કાપડ વણાટ ઉદ્યોગો કાર્યરત થયા છે. શહેરને અડીને આવેલા ચાર ગામોની વાત કરીએ તો અહી 2000થી વધુ કાપડ ઉત્પાદન કરતા કારખાનાઓ કાર્યરત છે. જેમાં અંદાજિત 1000 જેટલા વોટર જેટ મશીન વાળા કારખાનાઓ છે.

પાણીથી ચાલતા મશીન વાળા કારખાનાઓમાં કામે લેવાયેલા પાણીમાં જુદા જુદા કેમિકલ મિશ્રિત થવાથી પાણી પ્રદૂષિત થાય છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમો મુજબ વોટર જેટ મશીન વાળા તમામ કારખાનાઓમાં પાણી શુદ્ધીકરણ માટે ઇ.ટી.પી પ્લાન રાખવાનો ફરજિયાત હોય છે. ત્યારે કારખાનામાં કેમિકલ થકી પ્રદૂષિત થયેલા પાણીને રિસાયકલ કરી ફરી કામે લેવાનું હોય છે. ચાર ગામોમાં કાર્યરત વોટર જેટ મશીન વાળા કારખાનાઓ પૈકી કેટલાક લોકોએ માત્ર દેખાવ પૂરતા પ્લાન રાખ્યા છે, જે પણ બંધ હાલતમાં હોય છે.

જ્યારે મહત્તમ કારખાનાઓમાં પાણી રિસાયકલ કરવા માટેની કોઈપણ પ્રકારની સુવિધા કરવામાં નથી આવી. વોટર જેટ મશીન વાળા કારખાનાં ઓમાં કામે લેવાયેલું પાણી કેમિકલથી પ્રદૂષિત થયા બાદ નજીકમાં આવેલી સિંચાઇના પાણી વાળી ફિલ્ડ ચેનલો અથવા ખાડીઓમા જાહેરમાં છોડવા આવી રહ્યું છે. આ રીતે કારખાનાઓ દ્વારા પાણીનું પ્રદૂષણ ફેલાવાય રહ્યું છે. ખૂબ ગંભીર અને ખતરા રૂપ બાત તો એ કે ખેડૂતોના સિંચાઇના પાણી વાળી ફિલ્ડ ચેનલ અને ખાડીઓમાં કારખાનાઓ દ્વારા બેરોક ટોક રીતે છોડવામાં આવતું કેમિકલ યુક્ત પાણીને લઈને સાયણ, પરિયા, દેલાડ અને કારેલી ગામની સીમમાં આવેલી તમામ ખાડીઓ પ્રદૂષિત થઈ ચૂકી છે.

પાણીનો રંગ જોવો હોયતો પરિયા આવો, કેમિકલને કારણે ખાડીના પાણીનો રંગ પણ સફેદ થઇ ગયો
દેલાડ ગામે કાર્યરત કારખાનાઓ માંથી બે રોક ટોક ગામમાંથી પસાર થકી ખાડી અને ફિલ્ડ ચેનલ માં રાત દિવસ કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. જે પાણી પરિયા ગામ થઈ સાંધીએર થી ઓલપાડ ના જુદા જુદા ગામો સુધી પહોંચે છે. જો તમાંરે પાણીનો રંગ જોવો હોયતો પરિયા ગામે આવો, અહી ખાડીમાં તમને કેમિકલ વાળા સફેદ રંગનું પ્રદૂષિત પાણી જોવા મળશે જે પાણી થી ખેડૂતો ખેતરોમાં સિંચાઇ કરે છે.

ટુંક સમયમાં ઈટીપી પ્લાનનું કામ પૂર્ણ કરાશે
કારખાનાઓમાં કેમિકલયુક્ત પાણીને લઈને ખેડૂતબને ખેતી પર મોટો ખતરો ઊભો થતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અમે સરકારમાં લાંબા સમયથી વારંવાર રજૂઆત કરતા અંતે પરિયા ગામે ઈ. ટી.પી પ્લાન નાખવાની મંજૂરી આપવામાં આવી હોય ત્યારે સત્વરે તેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. > જયેશ પટેલ, ખેડૂત આગેવાન

ભૂગર્ભ જળસ્ત્રોત પણ દુષિત થઇ રહ્યા છે
કેમિકલ યુક્ત પાણીથી સિંચાઇના પાણી વાળી ફિલ્ડ ચેનલો સંપૂર્ણ પણે પ્રદૂષિત થતાં આવું પાણી સિંચાઇના કામે લેવું ખતરારૂપ બનતા અમારે બોરિંગ કરાવવાની ફરજ પડી. ત્યારે ધીમે ધીમે પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં ઉતરતા ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થયા છે. આવનારા દિવસોમાં પરિસ્થતિ વધુ ખરાબ થાય તેમ છે. > સંજયભાઈ પટેલ,ખેડૂત

અન્ય સમાચારો પણ છે...