તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સાયણ સુગરની 47મી સભામાં રીકવરી ઘટવા તથા ઇન્સેન્ટીવ મુદ્દે સભાસદ અને બોર્ડ આમને સામને

ઓલપાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2020-21માં બળેલી શેરડીનું પ્રમાણ ચાલુ કાપણીએ 26% પહોચવુંએ રિકવરી માટે ગંભીર
 • વધુ દિવસે કપાતી શેરડીના 60, 100 અને 140 રૂપિયાને બદલે કુલ ભાવના 5, 7, અને 10 ટકા પ્રમાણે ઇન્સેન્ટીવનો અંતિમ નિર્ણય લાંબી ચર્ચા બાદ બોર્ડના હવાલે કરવામાં આવ્યો

સાયણ સુગરની ચાલુ કાપણી સીઝનમાં શેરડીની સમયસર કાપણી સાથે લાંબા દિવસે કપાતી શેરડી માટે શેરડીના કુલ ભાવ પ્રમાણે નહી પણ ટકાવાળી મુજબ ઇન્સેન્ટીવ આપવા સભાસદોની રજૂઆત સાથે શેરડીના ઉત્પાદનમાં વધારો થવા સાથે બળેલી શેરડીના પ્રમાણમાં વધારો થતા તેના પર કપાત વસુલવા મુદ્દે લાંબી ચર્ચા સાથે સંસ્થા અને સભાસદોના હિતના નિર્ણય લેવાયા હતા.

સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લીની 47મી વાર્ષિક સભા સંસ્થાના પટાંગણમાં મળી હતી. પ્રમુખ રાકેશભાઈ પટેલના જણાવ્યા મુજબ 2019-2020ની પીલાણ સિઝનમાં 150 દિવસ કારખાનું કાર્યરત રહી કુલ 9, 14, 813.100 મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરી સરેરાશ 10.92% રિકવરી સાથે 99,130 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું હતું. તથા 2950 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યુ હતુ. આટલું જ નહી પણ સાયણ સુગર દ્વારા અન્ય સુગરમાં પીલાણ માટે 2279.860 મેટ્રિક ટન શેરડી મોકલી હતી. વર્ષમાં એકરદીઠ શેરડીના ઉત્પાદનમાં નહિવત વધારો છે, જેની સાથે ખર્ચમાં વધારો થયો છે.

સાયણ સુગર માટે ચિંતાજનક બાબત મુજબ શેરડી બળી જવાથી અપરિપક્વ શેરડી પીલાણમાં આવવાથી રીકવરીમાં ઘટાડો થયો આટલું જ નહી ગત વર્ષે અકસ્માતે બળેલી શેરડી પ્રમાણ 28% હતું, જે હાલની સિઝનમાં 26% સુધી પહોંચતા 8222 એકર બળેલી શેરડી પીલાણ થઈ છે. ત્યારે બળેલી શેરડી અને તેનો વિસ્તાર વધુ હોવાથી સારી શેરડીના પોગ્રામ મુજબ કાપણીમાં તકલીફ ઉભી થાય છે. એજન્ડાના મહત્તમ કામોને મંજૂરી આપવા સાથે ચાલુ સિઝનમાં શેરડીનું મોટું ઉત્પાદનને લઈને કાપણી દિવસો લંબાતા ઉતારો ઓછો આવવાની બીકે સભાસદોએ લાંબા દિવસે કપાતી શેરડી પર કુલ ભાવના અત્યાર સુધી ફેબ્રુઆરી 60, માર્ચ 100 અને એપ્રિલ 140 રૂપિયા પ્રમાણે ઇન્સેન્ટીવ આપવામાં આવતું હોય જેના બદલે 5, 7 અને 10 ટકા મુજબ આપવાની સભાસદોએ રજૂઆત કરવા સાથે બળેલી શેરડીની કપાત બાબતે પ્રમુખે પોતાનો મત રજૂ કરતા સભાસદ અને બોર્ડ આમને સામને થતા અંતે લાંબી ચર્ચા બાદ ઇન્સેન્ટીવ અને બળેલી શેરડી પર કપાત બાબતો નિર્ણય બોર્ડને સોપવામાં આવતા હવે બોર્ડ આ બાબતે નિર્ણય કરશે.

ગતવર્ષની સરખામણીમાં શેરડીના ભાવમાં 400થી 500 રૂ.નો ઘટાડો નોધાશે
સાયણ સુગરની વાર્ષિક સાધારણ સભા સૌ પ્રથમ કામરેજ સુગરના ચેરમેન અશ્વિન પટેલ સહિત માજી પ્રમુખ નવીનભાઈ પટેલ સહિતના ડિરેક્ટરો એ ખાસ હાજરી આપી હતી ત્યારે સભાના અંતમાં નવીનભાઈ પટેલે પોતાના નિવેદનમાં કહ્યું કે શેરડીના ઉત્પાદનમાં વધારો થવા સાથે મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. ત્યારે સભાસદોએ સમજદારીથી કામ લેવાની જરૂર છે. આટલુંજ નહી પણ ગતવર્ષની સરખામણીમાં શેરડીના ભાવમાં 400થી 500 રૂપિયા સુધીનો ઘટાડો નોધાશે.

ચાલુ સભામાં સભાસદો એકબીજાના હાથમાંથી માઇક ખેંચતા જોવા મળ્યા
સભામાં રજૂઆત કરવા માટે આવતા સભાસદો એક બીજાના હાથ માંથી માઇકની ખેંચતાણ સાથે સભાસદોના હિતના પ્રશ્નો બાબતે પણ સભાસદો જ વિરોધ કરતા જોવા મળ્યા. જ્યારે એક સભાસદે ગુંડા જેવા શબ્દોનો ઉપયોગ કરતા ઘર્ષણ થતાં અંતે જાહેરમાં માફી માંગવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો