હત્યાનો ભેદ ઉકેલાયો:સાયણમાં કૌટુંબિક ભાણેજે જ અંગત અદાવતમાં મામાની હત્યા કરાવી હતી

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશરીનંદન હનુમાનજી મંદિરના પુજારી હત્યાનો ભેદ ઉકેલાયો

ઓલપાડ તાલુકાના સાયણ ગામે સાયણ સુગર રોડ ઉપર આવેલ કેશરીનંદન હનુમાનજી મંદિરના પરીસરમાં આવેલ રૂમમાં ત્રણ અજાણ્યા ઈસમો એ મંદિરના પુજારી છત્રપાલ ધનશ્યામ યાદવ તે ગુરુમહારાજ રામરતનદાસ (66) (રહે. કેશરીનંદર હનુમાનજી મંદિર સાયણ સુગર રોડ સાયણ તા ઓલપાડ જી સુરત) નાઓને કોઈ અગમ્ય કારણોસર ઢીકમુક્કીનો માર મારી, બન્ને પગ કપડા વડે બાંધી, કપડા વડે મોઢે ટુપો આપી, ખુન કરી નાશી ગયેલ હોય જે સંબંધમા ઓલપાડ પોલીસ સ્ટેશનના ખૂનનો ગુનો નોંધાયો હતો.

સાયણ ગામની હદમાં કેશરીનંદન હનુમાનજી મંદિરના પરીસરમાં મંદિરના પુજારી છત્રપાલ ઘનશ્યામ યાદવ તે ગુરુમહારાજ રામરતનદાસ નાનુ ખુન તેના દુરના સંબંધી દેવિસિંગ સુંદરલાલ રાજપુત (હાલ રહે.સાયણ તા. ઓલપાડ જી. સુરત) નાએ તેના સાગરીતો સાથે કરેલ હોવાની શંકાના આધારે દેવિસિંગ સુંદરલાલ રાજપુતને પોલીસે શોધી કાઢી પોલીસે આગવી ઢબે કુનેહપૂર્વક ગુના સબંધમા યુક્તિ-પ્રયુક્તિ દ્વારા સઘન ઉલટ પુછપરછ કરતા પકડાયેલ આરોપી દેવિસિંગ શ્રીસુંદરલાલ રાજપુત નાએ સદર મરણજનારનુ ખુન પોતાના મિત્ર ધર્મેશભાઇ શીતલાપ્રસાદ ગૌતમ તથા તેના માણસો અવિનાશકુમાર દિલીપસીંગ (રાજપુત) તથા કાલીયા ઉર્ફે માલીયા, તથા શીવમ નાઓ મારફતે કરાવેલ હોવાની કબુલાત કરી હતી.

જે હકીકતના આધારે ખુન કરનાર આરોપીઓ ધર્મેશભાઇ શીતલાપ્રસાદ ગૌતમ તથા અવિનાશકુમાર દિલીપસીંગ સીંગ (રાજપુત) નાઓને શોધી કાઢી ત્રણેય આરોપીઓને ગુના સબંધમા સઘન પુછપરછ કરતા ઉપરોકત ગુનામાં મરણજનારનુ ખુન કરી, ગુનો આચરેલ હોવાની કબુલાત કરેલ છે. ગુના બાબતે તપાસ દરમિયાન પોલીસે કાલીયા ઉર્ફે માલીયા (રહે.સુરત) તથા શિવમ ને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપી પાસે મોબાઈલ નંગ 3, કિં.રૂ.4000 રોકડા રૂપીયા કુલ્લ 12240 મળી કુલ્લ મુદ્દામાલ કિં.રૂ.16240 કબજે કર્યા હતા.

ગણતરીના દિવસોમાં જ હત્યારાઓને દબોચી લેવાયા

​​​​​​​{ દૈવિસિંગ સુંદરલાલ રાજપુત (52) હાલ રહે : સાયણ, મૂળ યુપી ધર્મેશભાઇ શીતલાપ્રસાદ ગૌતમ, હાલ. રહે છાપરાભાઠા મૂળ: યુપી { અવિનાશકુમાર દિલીપસીંગ સીંગ (26) ધંધો- મજુરી (રહે.ગજેરા સ્કુલની બાજુમાં, નવી જીઆઈડીસી, કતારગામ, સુરત શહેર મુળ રહે.ચક્રયાઝ ગામ, પચર્મેયા વોર્ડ નં.11,પોસ્ટ-મહનાર, યાના દેસરી, તા.દેસરી જી.વૈશાલી, (બિહાર)ને પોલીસે ઝડપી લીધા હતા.

મામા હુમલો કરશે એવા ભયે ભાણેજે સાથીદારો સાથે મળી હત્યા કરી
મરણજનાર છત્રપાલ ઘનશ્યામ યાદવ (ગુરુમહારાજ રામરતનદાસ) ઉપર આશરે બે માસ અગાઉ ગેરકાયદેસર હથીયાર અંગેનો ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ થયેલ હોય. જે ગેરકાયદેસર હથીયાર અંગેની બાતમી પોલીસમા આરોપી દેવિસિંગ સુંદરલાલ રાજપુત નાએ આપેલ હોવાનો મરણજનારને શક હોવાથી મરણજનાર આરોપી દેવિસીંગને અવાર નવાર ગાળો આપી, ઝઘડો કરી, મારી નાખવાની ધમકી આપતો હોય અને મરણજનાર ખુબ જ ઝનુની સ્વભાવનો હોય જેથી ગમે ત્યારે પોતાને આ વાતની અદાવત રાખી પોતાની ઉપર હુમલો કરે તેમ હોવાથી આરોપી દેવિસીંગ રાજપુતનાએ પોતાના મિત્ર ધર્મેશભાઇ શીતલાપ્રસાદ ગૌતમ સાથે મળી મરણજનારનુ ખુન કરાવી નાખવાનુ નક્કી કરી, રાજ હોટલ નજીક આરોપી દેવિસીંગ તથા ધર્મેશ તથા ધર્મેશના સાગરીતો ભેગા થયેલ અને જ્યાંથી પ્લાન બનાવી તમામ આરોપીઓ રાત્રીના મરણજનારના રૂમ ઉપર જઈ આરોપી ધર્મેશભાઇ શીતલાપ્રસાદ ગૌતમ તથા તેના સાગરીતોએ મરણજનાર ઉંઘમાં હતા ત્યારે કપડા વડે મોઢા ઉપર ટુપો આપી, ખુન કરી નાખેલ, અને મરણજનાર પાસેથી રોકડા રૂ.90000/- મળી આવતા જે રોકડા રૂપીયા લઈ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...